ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ક્રુર તાલિબાની પ્રથા હજુ પણ યથાવત્, પત્રકાર સહિત બેને જાહેરમાં મૃત્યુદંડ આપ્યો

Text To Speech

ગઝની, 22 ફેબ્રુઆરી : તાલિબાન તેની ક્રૂરતાના કૃત્યો માટે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે. આ વખતે તાલિબાને બે લોકોને એટલી ભયાનક સજા આપી છે કે તે ફરી ચર્ચામાં આવી ગયું છે. તાલિબાને ભીડવાળા ચૉક પર બે લોકોને ક્રુરતાપૂર્વકની મૃત્યુદંડની સજા આપી છે, જેને સાંભળીને તમારા પણ રૂવાડાં ઊભા થઈ જશે. તાલિબાનોએ સામાન્ય જનતાની સામે બે લોકોને ગોળી મારીને મારી નાખ્યા. તાલિબાને કોઈને એ પણ નથી જણાવ્યું કે એ બંનેનો ગુનો શું હતો. આ જોઈને ત્યાં હજાર લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. તાલિબાને દક્ષિણપૂર્વ અફઘાનિસ્તાનના એક સ્ટેડિયમમાં આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો. આજે ગુરુવારે બે લોકોને જાહેરમાં આ રીતે મૃત્યુદંડની સજા મળતા અફઘાનિસ્તાનમાં હલચલ મચી ગઈ હતી.

ગઝની શહેરના અલી લાલા વિસ્તારમાં સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના સંવાદદાતા સહિત હજારો લોકોની હાજરીમાં આ બંને લોકોનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમજ, તાલિબાને આ બે વ્યક્તિઓના કથિત ગુનાઓ વિશે કોઈ માહિતી આપવાનો પણ ઇનકાર કર્યો હતો. એક અહેવાલ અનુસાર, ઘણી અદાલતો અને તાલિબાન સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુન્દઝાદાએ આ બંને પુરુષો દ્વારા કથિત રીતે કરવામાં આવેલા ગુનાઓ માટે આ મૃત્યુદંડની સજાનો આદેશઆપવામાં આવ્યો હતો.

એકને 8 અને બીજાને 7 ગોળી

ફાંસીની આપવાની જગ્યાની બહાર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને અંદર જવા માટે લોકો અધીરા બની ગયા હતા. આ ઉપરાંત, ધાર્મિક વિદ્વાનોએ પીડિતોના સંબંધીઓને ગુનેગારોને માફ કરવા વિનંતી કરી હતી, પરંતુ તેઓએ ઇનકાર કર્યો હતો. બપોરે 1 વાગ્યાની આસપાસ એક વ્યક્તિને આઠ ગોળી જ્યારે બીજાને સાત ગોળી મારવામાં આવી હતી. આ પછી એમ્બ્યુલન્સ બંને લોકોના મૃતદેહને લઈ ગઈ. 2021માં તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી ત્યારથી આ ચોથી ઘટના છે જેમાં ગુનેગારોને જાહેરમાં મૃત્યુદંડ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : દુનિયાનો સૌથી વિશાળકાય સાપ એમેઝોન રેઈનફોરેસ્ટમાં જોવા મળ્યો

Back to top button