ગુજરાતચૂંટણી 2022

AAPએ જાહેર કરી ઉમેદવારોની 14મી યાદી, બનાસકાંઠા થરાદ બેઠક પર જામશે જંગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ તેની 14મી યાદી જાહેર કરી છે. ત્યારે આ 14મી યાદીમાં 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં થરાદ, જામનગર દક્ષિણ, જામજોધપુર, તાલાલા, ઉના, ભાવનગર ગ્રામ્ય, ખંભાત, કરજણ, જલાલપોર અને ઉમરગાંવ બેઠક સામેલ છે. ત્યારે અત્યાર સુધી આપે 179 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.

બનાસકાંઠાની થરાદમાં જામશે જંગ

આપે જાહેર કરેલ આજના ઉમેદવારોનામાં બનાસકાંઠાની થરાદ બેઠક પર વીરચંદભાઇ છેલાભાઇ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ આ બેઠક પર ભાજપે શંકર ચૌધરીને ટિકિટ આપી છે જ્યારે ચર્ચાઓ મુજબ કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને આ બેઠક પર રિપિટ કરી શકે છે.

આ ઉમેદવારોના નામ જાહેર

આ પણ વાંચો: ગુજરાત ચુંટણી 2022 : બનાસકાંઠા ભાજપના 9 બેઠકના ઉમેદવાર જાહેર

આ સાથે જામનગરની દક્ષિણ બેઠક પર વિશાલ ત્યાંગી, જામજોધપુરમાં હેમંત ખાવા, તાલાલા પર દેવેન્દ્ર સોલંકી, ઉના પરથી સેજલબેન ખુંટ, ભાવનગર ગ્રામ્ય પર ખુમાનસિંહ ગોહિલ, ખંભાત બેઠક પર અરૂણ ગોહિલ, સહિત કરજણ બેઠક પર પરેશ પટેલ, જલાલપોર બેઠક પર પ્રદીપકુમાર મિશ્રા, ઉમરગામ બેઠક પર અશોક મોહનભાઇ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

Back to top button