ટ્રેન્ડિંગનેશનલ

ફેસબુકની એ પોસ્ટ પત્નીની હત્યાનું કારણ બનીઃ જાણો સમગ્ર ઘટના

  • પોલીસે આરોપી પતિને કસ્ટડીમાં લીધો

મેરઠ, 1 જૂન, ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યા છે. હત્યા અને મારા મારીની ઘટનાઓ સામે આવી રહી છે. નાની નાની વાતોમાં મારામારી અને હત્યા સુધીને ઘટનાઓને અંજામ આપતા ચુકતા નથી, સામાન્ય લોકો સાથે આવી ઘટનાઓ દરરોજ બની રહી છે. ત્યારે મેરઠથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેનું કારણ ફેસબુક બન્યું છે, એક પત્નીએ ફેસબુક પર ફોટા પોસ્ટ કરવાને લઈને પતિ-પત્ની વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે પતિએ પત્નીને સ્ક્રુડ્રાઈવર વડે ઘા મારીને હત્યા કરી નાખી.

શું છે સમગ્ર મામલો?

મેરઠના ભવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારની જય ભીમનગર કોલોનીમાં એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. મેરઠના કમલાપુરની રહેવાસી દીપાના લગ્ન લગભગ 10 વર્ષ પહેલા મવાના નિવાસી લલિત વર્મા સાથે થયા હતા. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. એક દિવસ પહેલા પણ રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસનું કહેવું છે કે પતિ-પત્ની વચ્ચે પૈસાની લેવડ-દેવડ અને જમીનને લઈને ઝઘડા થતાં હતા. આ દરમિયાન દીપા પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા લાગી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર તેના ફોટા અપલોડ કરવા લાગી હતી, જેના કારણે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતી હતી. જે બાદ ઝઘડો એટલો વધી ગયો કે લલિતે દીપા પર સ્ક્રુડ્રાઈવર વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું, જેના કારણે દીપાનું મૃત્યુ થઈ ગયું. આ સાથે પોલીસ તપાસમાં લલિત દ્વારા દીપાના નામે જમીન ખરીદવાનો વિવાદ પણ બહાર આવ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી અને ઘટનાની માહિતી મળતા જ પોલીસ મૃતકના પરિવારજનો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ સાથે પોલીસ પણ આ કેસની તપાસમાં લાગી ગઈ હતી અને પોલીસ તપાસમાં આ મામલો સામે આવતા પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

દીપાના પરિવારનું કહેવું છે કે જમાઈ કાર ચલાવે છે. તે રાત્રે ડ્યુટી પરથી ઘરે આવ્યો હતો. દીપા રૂમમાં સૂતી હતી. ત્યારબાદ લલિતે દીપાને સ્ક્રુડ્રાઈવર વડે ઘા મારીને હત્યા કરી નાખી. પોલીસે અમને ફોન કરીને કહ્યું કે તમારી દીકરીની હત્યા તમારા જમાઈએ કરી છે. આ પછી મૃતકના બંને ભાઈઓ ઘરે ગયા હતા. આ મામલામાં મેરઠના એસપી દેહત કમલેશ બહાદુરે કહ્યું કે પતિને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો..પુણે પોર્શ કાંડમાં સગીરની માતાની પણ ધરપકડ, પુત્રને બચાવવા બદલ્યા હતા લોહીના નમૂના

Back to top button