ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતવીડિયો સ્ટોરી

સુરતમાં પહેલીવાર ટેસ્લાની સાયબર ટ્રક જોવા મળી, ઉદ્યોગપતિએ ખાસ દુબઈથી મંગાવી

સુરત, 25 એપ્રિલ, 2025: સુરતના જાણિતા ઉદ્યોગપતિ અને મોંઘી કારના શોખીન લવજી બાદશાહે દુબઈથી ટેસ્લાની 51 લાખ રૂપિયાની કિંમતની સાઈબર ટ્રક કાર મંગાવી છે. આ કાર સુરતના રસ્તા પર જોવા મળતા લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. મહત્ત્વનું છે કે, ટેસ્લાની આ કાર હજુ ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ નથી. આ કારનો લુક જોઈને દેશભરના લોકોમાં એક જુસ્સો અને ઉત્સુકતા જોવા મળી રહી છે.

છેલ્લા 24 કલાકથી સોશિયલ મીડિયા પર એક એવી કારના ફોટા અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જે હજુ સુધી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ જ નથી. સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહે દુબઈમાં પાસિંગ કરાવેલી ટેસ્લાની સાઈબર ટ્રક કાર ભારતમાં મંગાવી છે. આ કાર પર દુબઈની નંબર પ્લેટ જોવા મળી રહી છે. લવજી બાદશાહે આ કાર પર ગોપીન નામ લખાવ્યું છે. આ કારની વિશેષતાની વાત કરીએ તો આ બુલેટપ્રૂફ કાચથી સજ્જ છે. આ કારમાં સિટી અને ઓફ રોડ ડ્રાઈવિંગ માટેના ફીચર્સ પણ છે.

ટેસ્લા કંપનીએ હજી સુધી ભારતમાં સાયબર ટ્રક લોન્ચ કરવાનો કોઈ પ્લાન જાહેર કર્યો નથી. હાલ કંપની “મોડલ 3” અને “મોડલ Y” દ્વારા ભારતીય બજારમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે પરંતુ, એ બધાની વચ્ચે લવજી બાદશાહે પોતાના શોખ માટે જે રીતે દુનિયાની સૌથી ફ્યુચરિસ્ટિક અને ટફ કારમાંથી એક એવી સાયબર ટ્રક ભારતમાં લાવવી એ ખરેખર ગોલ્ડ પગલું ગણાય.

લવજી બાદશાહે આ સાયબર ટ્રક શોખ ખાતર ખરીદી છે. તેનો લૂક રોબોર્ટ જેવો છે. આ ટ્રકમાં ખાસ બુલેટપ્રૂફ ગ્લાસ ફીટ કરાયેલા છે. તેની એડજસ્ટેબલ એર સસ્પેન્શન સિસ્ટમ દરેક પ્રકારના રસ્તા માટે તેને અનુકૂળ બનાવે છે. સિટી ડ્રાઈવિંગથી ઓફ રોડ એડવેન્ચર સુધી તે દોડવા તૈયાર છે. લવજી બાદશાહનો પુત્ર કારનો શોખીન છે. દીકરીના શોખને પુરો કરવા લવજી બાદશાહે આ કાર ખરીદી છે. ટેસ્લા સાયબર ટ્રક લવજી બાદશાહના ગોપીન ઘરના દરવાજે શાનથી ઉભી હોય છે.

આ પણ વાંચો..સિંગતેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહણીઓને રાહત: જાણો 15 કિલોના ડબાનો નવો ભાવ

Back to top button