જમ્મુ-કશ્મીર : આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, છેલ્લા 24 કલાકમાં ચાર આતંકીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન સતત ચાલુ છે. સોમવારે સેનાના જવાનોએ પૂંછ જિલ્લામાં એલઓસી પાસે એક આતંકવાદીને ઠાર કર્યો હતો. અહેવાલો અનુસાર, તે ઘૂસણખોરીની શોધમાં હતો. જવાનોએ દેગવાર સેક્ટરમાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ હતી અંધારાનો લાભ લઈને આતંકીઓ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પછી સેનાએ ઓપરેશન શરૂ કર્યું અને આતંકીઓને શોધીને ઠાર કર્યા.
પૂછમાં આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
જમ્મુ અને કાશ્મીર ડિફેન્સ પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બરટવાલે કહ્યું કે સેનાની પેટ્રોલિંગ પાર્ટીને સવારે લગભગ 2 વાગ્યે આતંકવાદીઓના હોવા વિશે જાણ થઈ. તેમણે કહ્યું કે બે લોકો એલઓસી દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પછી ફાયરિંગ શરૂ થયું. એક આતંકી ત્યાં માર્યો ગયો જ્યારે બીજો પિન્ટુ નાલા તરફ ભાગી ગયો.
આ પણ વાંચો : દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડ પાસે લાગી આગ, ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
पुंछ में देगवार टेरवान के सामान्य क्षेत्र में एलओसी पर घुसपैठ की कोशिश को नाकाम किया गया। इलाके में तलाशी अभियान जारी है: लेफ्टिनेंट कर्नल सुनील बर्तवाल, पीआरओ (रक्षा) जम्मू
अधिक जानकारी की प्रतीक्षा है।
— ANI_HindiNews (@AHindinews) August 7, 2023
જવાનોની સતર્કતાને આતંકીઓની કોશિશ નાકામિયાબ
આ પહેલા રવિવારે કુપવાડામાં એલઓસી પર ઘૂસણખોરીનો પ્રયાસ કરતી વખતે એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કુપવાડામાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. ગીચ ઝાડીઓ અને ઉબડખાબડ રસ્તાઓનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ ઘણીવાર રાત્રે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે. જો કે જવાનોની સતર્કતાને કારણે તેમનો પ્રયાસ નિષ્ફળ જાય છે.
છેલ્લા ત્રણ દિવસમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાર એન્કાઉન્ટર થયા
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી અને એલઓસી પર પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું હતું. બીજી તરફ, પાકિસ્તાની આતંકવાદીઓ આ વર્ષગાંઠ પર જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ડહોળવાના તમામ પ્રયાસો કરવા માંગતા હતા. છેલ્લા ત્રણ દિવસમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાર એન્કાઉન્ટર થયા છે.
છેલ્લા 24 કલાકમાં ચાર ઘૂસણખોરી કરનારા આતંકીઓ ઠાર
15 ઓગસ્ટ પહેલા પાકિસ્તાન ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં વાતાવરણ બગાડવાનું નાપાક ષડયંત્ર રચી રહ્યું છે. PoKના લોન્ચિંગ પેડ્સ પર સિગ્નલની રાહ જોઈ રહેલા આતંકવાદીઓ ભારતની બાજુમાં ઘૂસણખોરી કરવા માટે બેતાબ છે. જો કે તેના તમામ પ્રયાસો નિષ્ફળ જાય છે. છેલ્લા 24 કલાકમાં ચાર ઘૂસણખોરી કરનારા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. કાશ્મીરમાં સેનાના ટોચના કમાન્ડરોએ જમ્મુ-શ્રીનગર અને કાશ્મીરમાં એલઓસી પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આર્મી કમાન્ડરોએ જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન સેનાએ કાશ્મીરના કુપવાડા અને જમ્મુના રાજૌરી, પૂંછ જિલ્લામાં આવા ત્રણ અલગ-અલગ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી પહેલા ‘આપ’નો મોટો દાવ: ગુજરાતમાં AAP અને કોંગ્રેસનું ગઠબંધન, ઈસુદાન ગઢવીની જાહેરાત