ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તેલંગાણા વિધાનસભા ચૂંટણી પરિણામ ધાર્યું આવ્યું કે બદલાયું ?

હૈદરાબાદ, 03 ડિસેમ્બર: આજે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. ત્યારે તેલંગાણામાં પણ આજે વહેલી સવારેથી જ મતગણતરી ચાલી રહી છે. જેમાં પહેલેથી જ તેલંગાણામાં કોંગ્રેસ લીડ લઈ રહી છે. સત્તત ત્રણ ટમથી સત્તામાં રહેલ BRS પાર્ટીને તેલંગાણામાં મોટો ફટકો પડ્યો છે. BRS પાર્ટીને આ વખતે તેલંગાણામાં સરકાર ખોવાનો વારો આવી રહ્યો છે. કેમ કે મતગણતરી શરુ થઈ ત્યારથી કોંગ્રેસ લીડથી આગળ ચાલી રહી છે અને સરકાર બનાવવા જઈ રહી છે.

4:40 વાગ્ય સુધીના પરિણામ, કોણ કેટલી બેઠક પર આગળ ?

હાલ 4: 30 વાગ્યા છે. ત્યાર ચાર વાગ્યે તેલંગાણા વિધાનસભા ચૂંટણી પરિણામની વાત કરીએ તો તેલંગાણામાં કોંગ્રેસ 63 બેઠક પર આગળ ચાલી રહી છે. જ્યારે BRS 40 બેઠક પર આગળ ચાલી રહી છે. ભાજપ 09 બેઠક પર આગળ ચાલી રહી, જ્યારે AIMIM 06 બેઠક પર આગળ ચાલી રહી છે અને અન્ય 01 બેઠક પર આગળ ચાલી રહી છે.

BJP નેતા ટી. રાજા સિંહે સત્તત ત્રીજી વખત જીત નોંધાવી

તેલંગાણાના કામારેડ્ડી વિધાનસભાની વાત કરીએ તો કામારેડ્ડી વિધાનસભામાં BRSના મુખ્યમંત્રી ચન્દ્રશેખર રાવ અને કોંગ્રેસના અનુમુલા રેવંત રેડ્ડી વચ્ચે ખરા-ખરીની જંગ જામી છે. બન્ને ઉમેદવારો આગળ-પાછળ ચાલી રહ્યા છે. ત્યારે BRSના મુખ્યમંત્રી ચન્દ્રશેખર રાવ ગજવેલમાંથી પણ મેદાને ઉભા રહ્યા છે. જ્યાં તેઓ ભાજપના એટાલા રાજેંદર સામે 20224 મતથી આગળ ચાલી રહ્યા છે. ગોશામહલ વિધાનસભાની વાત કરીએ તો આ બેઠક પણ ભાજપની જીત છે. છેલ્લી 3 ટમથી આ બેઠક ટી.રાજા સિંહ જોડે જ છે. ત્યારે ફરી 2023ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ટી.રાજા સિંહે BRS ઉમેદવાર નંદકિશોર વ્યાસને 21457 મતથી હરાવ્યા છે.

તેલંગાણા વિધાનસભાના પરિણામ ધાર્યા જ આવ્યા…

તેલંગાણા વિધાનસભાના પરિણામની વાત કરીએ તો સટ્ટાબજાર તેમજ એક્ઝિટ પોલના કહ્યા પ્રમાણે જ કોંગ્રેસ જીત મેળવી રહી છે. તેલંગાણાના દરેક સર્વે સાચા પડ્યા હોય તેવું પરિણામ આવી રહ્યું છે. કોંગ્રેસ તેલંગાણામની વિધાનસભા 2023ની ચૂંટણીમાં ત્રણ ટમથી સત્તામાં રહેલ BRS પાર્ટીને હરાવવા જઈ રહી છે. કોંગ્રેસ તેલંગાણામાં પ્રથમ વખત સરકાર બનાવવા જઈ રહી છે.

કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ હૈદરાબાદમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડીના પોસ્ટરો પર દૂધ રેડીને ઉજવણી કરી રહ્યા છે, જૂઓ વીડિયો…

 

  • હૈદરાબાદમાં કોંગ્રેસના કાર્યકર્તા ફટાકડા ફોડી કરી રહ્યા છે ઉજવણી

 

BRS નેતાએ ટ્વિટ કરી કોંગ્રેસ પાર્ટીને અભિનંદન પાઠવ્યા

તેલંગાણા BRSના MLC કે કવિતાએ ટ્વીટ કરી BRS પરિવાર તેમજ તમામ કાર્યકર્તાઓને સખત મહેનત કરવા બદલ આભાર માન્યો છે. આ સાથે જ તેમણે તેલંગાણાના લોકો તેમજ વિજેતા ધારાસભ્યોને અને કોંગ્રેસ પાર્ટીને અભિનંદન પાઠવ્યા છે.

તેલંગાણામાં કોંગ્રેસ જીતની નજીક, કોણ બનશે સીએમ ?

  • મુખ્યમંત્રી પદ માટે ચાર મોટા ચહેરા

મુખ્યમંત્રીપદના દાવેદારોને સમજતા પહેલા તેલંગાણાના જાતિ સમીકરણને જાણવું જરૂરી છે. અહીંની રાજકીય ધરી રેડ્ડી અને દલિત-આદિવાસી સમુદાયોની આસપાસ ફરે છે. રાજ્યની વસ્તીના 15 ટકા દલિતો, આદિવાસીઓ નવ ટકા અને સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા રેડ્ડીની વસ્તી સાત ટકા હોવાનો અંદાજ છે.

કોંગ્રેસ માટે મુખ્યમંત્રી પદની રેસમાં અનેક ચહેરા હોવાની ચર્ચા છે. તેમાં રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ રેવન્ત રેડ્ડી, સાંસદો કેપ્ટન એન ઉત્તમકુમાર રેડ્ડી અને કોમાતિરેડ્ડી વેંકટા રેડ્ડી અને ખમ્મમ જિલ્લાના ત્રણ વખત ધારાસભ્ય મલ્લુ ભટ્ટી વિક્રમાર્કાનો સમાવેશ થાય છે. આ ચાર ઉમેદવારો મેદાનમાં છે, ત્રણ રેડ્ડીઝ અને દલિત નેતા ભટ્ટી, કોંગ્રેસ માટે પુષ્કળ વિકલ્પો છે. જો કે, પાર્ટી નેતૃત્વ ઘણી વખત દલિત નેતાને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે રજૂ કરવાનો સંકેત આપી ચૂકી છે.

આ પણ વાંચો: સ્મૃતિ ઈરાનીએ ચૂંટણી પરિણામ સંદર્ભે પીએમ મોદીનો શૅર કરેલો વીડિયો વાયરલ

Back to top button