ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સ્મૃતિ ઈરાનીએ ચૂંટણી પરિણામ સંદર્ભે પીએમ મોદીનો શૅર કરેલો વીડિયો વાયરલ

દિલ્હી, 03 ડિસેમ્બર: આજે વહેલી સવારથી ચાર રાજ્યોમાં મતગણતરી થઈ રહી છે. ચારેય રાજ્યના વિધાનસભાના પરિણામો આવી રહ્યા છે. જેમાં ત્રણ રાજ્યો એટલે કે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ભાજપ જીત તરફ જઈ રહી છે. ત્યારે તેલંગાણામાં BRSને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હોય તેવા પરિણામો આવી રહ્યા છે. તેલંગાણામાં કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહી છે. ચાર રાજ્યોમાંથી ત્રણ રાજ્યમાં ભાજપ જીત કરફ આગળ વધી રહી છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ચાર રાજ્યમાંથી ત્રણમાં ભાજપ જીત તરફ, PM મોદીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

 

ચાર રાજ્યોમાંથી વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપ ત્રણ રાજ્યોમાં જીત તરફ આગળ હોવાથી ત્રણેય રાજ્યમાં ભાજપના કાર્યકર્તાઓ ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી, ઢોલ-નગારા પર ડાન્સ કરી ખુશી મનાવી રહ્યા છે. એવામાં સ્મૃતિ ઈરાનીએ પોતાના X હેન્ડલ પર (અગાઉ ટ્વિટર) PM મોદીનો વીડિયો અપલોડ કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્મૃતિ ઈરાનીએ વીડિયામાં કેપ્સન આપી છે કે, ‘एक अकेला सब पर भारी!’ આ વીડિયોને એક કલાકમાં 197k રીચ મળી છે, જ્યારે 9K લાઈક મળી છે. અને 2.1K રી-ટ્વિટ કરવામાં આવ્યા છે.

રાજસ્થાનમાં હાલ મતગણતરી ચાલુ છે, જેમાં ભાજપ જીતની નજીક

  • ભાજપ: 115 બેઠક પર આગળ
  • કોંગ્રેસ: 69 બેઠક પર આગળ
  • અન્ય: 15 બેઠક પર આગળ
  • ટોટલ 119 બેઠક

આ પણ વાંચો: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023: ભાજપ 107 બેઠકો સાથે આગળ

છત્તીસગઢમાં હાલ મતગણતરી ચાલુ છે, જેમાં ભાજપ જીતની નજીક

  • ભાજપ: 53 બેઠક પર આગળ
  • કોંગ્રેસ: 35 બેઠક પર આગળ
  • અન્ય: 02 બેઠક પર આગળ
  • ટોટલ બેઠક: 90

આ પણ વાંચો: છત્તીસગઢમાં ખેલ બદલાયો, ભાજપ 51 સીટો પર બહુમત તરફ

મધ્ય પ્રદેશમાં હાલ મતગણતરી ચાલુ છે, જેમાં ભાજપ જીતની નજીક

  • ભાજપ: 166 બેઠક પર આગળ
  • કોંગ્રેસ: 62 બેઠક પર આગળ
  • અન્ય: 02 બેઠક પર આગળ
  • ટોટલ બેઠક: 230

આ પણ વાંચો: મધ્ય પ્રદેશની મતગણતરીમાં ભાજપે કોંગ્રેસને પાછળ છોડી બહુમતીનો આંકડો પાર કર્યો

તેલંગાણામાં હાલ મતગણતરી ચાલુ છે, જેમાં કોંગ્રેસ જીતની નજીક

  • કોંગ્રેસ: 64 બેઠક પર આગળ
  • BRS: 40 બેઠક પર આગળ
  • ભાજપ: 08 બેઠક પર આગળ
  • AIMIM: 06 બેઠક પર આગળ
  • અન્ય: 01 બેઠક આગળ
  • ટોટલ બેઠક: 119

* આંકડા 03: 40 વાગ્યા સુધીના (અપડેટ કરેલ છે)

આ પણ વાંચો: તેલંગાણામાં કોંગ્રેસની નિશ્ચિત જીત, ચૂંટાયેલા નેતાઓની મીટિંગની તૈયારી

Back to top button