ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી પરિણામો પહેલા એક્ઝિટ પોલ પર તેજસ્વી યાદવ થયા ગુસ્સે, કહ્યું…

Text To Speech
  • લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા અનેક એક્ઝિટ પોલ થશે જાહેર
  • એક્ઝિટ પોલને વિરોધ પક્ષો સતત ટાળી રહ્યા છે, આ દરમિયાન તેજસ્વી યાદવે એક્ઝિટ પોલને લઈને આપ્યું એક મોટું નિવેદન

પટના, 01 જૂન: દેશભરમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ છે. આજે છેલ્લા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન આજે દિલ્હીમાં ઈન્ડી ગઠબંધનના મોટા નેતાઓની બેઠક પણ યોજાવાની છે. બેઠક પહેલા બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે એક્ઝિટ પોલને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘તેમને એક્ઝિટ પોલમાં નહીં પણ જનતામાં વિશ્વાસ છે.’ આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, ‘તે દિલ્હીમાં યોજાનારી ઈન્ડી ગઠબંધનની બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. બેઠક બાદ તેઓ ખુલ્લેઆમ ચર્ચા કરશે.’

એક્ઝિટ પોલ પર નહીં પણ જનતા પર છે વિશ્વાસ: તેજસ્વી યાદવ

તેજસ્વી યાદવને પૂછવામાં આવ્યું કે ઈન્ડી ગઠબંધન તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે? આ અંગે તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. જો કે, તેમણે કહ્યું કે, ‘અમે આ અંગે મીટિંગમાં ખુલીને ચર્ચા કરીશું, પરંતુ અત્યારે હું કંઈ કહી શકું તેમ નથી.’ સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ શનિવારે સાંજે એક્ઝિટ પોલ જાહેર થશે. તેના પર તેજસ્વી યાદવે કહ્યું કે, ‘તેમને એક્ઝિટ પોલ પર નહીં પણ જનતા પર વિશ્વાસ છે.’ તેમણે દાવો કર્યો હતો કે, ‘4 જૂને ભારતમાં ગઠબંધન સરકાર બની રહી છે અને NDA હારી રહ્યું છે.’

એનડીએ પર યાદવે માર્યો ટોણો

તેજસ્વી યાદવે વધુમાં કહ્યું કે, ‘લોકો મોંઘવારી અને બેરોજગારી જેમણે વધારી છે તેમની વિરોધમાં લોકો વોટ કરશે. દેશની લોકશાહી, બંધારણ અને અનામતની રક્ષા કરવાનો આ સમય છે. બિહારના લોકોના મન ટનાટન છે. મોંઘવારી અને બેરોજગારીની વિરોધમાં મતદાન થશે. આ સિવાય જ્યારે તેજસ્વી યાદવને ઈન્ડી ગઠબંધનની બેઠકને લઈને બીજેપીના ટોણા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ‘હવે હું આના પર શું કહું? આ લોકો તો આમ કરતા જ રહે છે. હું આ અંગે કંઈ નથી કહી શકતો. આ લોકોને જે કેવું હોય તે કહેવા દો, મને કોઈ ફરક નથી પડતો.’

આ પણ વાંચો: ચૂંટણી પરિણામ પછીની રણનીતિ માટે આજે ઈન્ડી ગઠબંધનની બેઠક, કેજરીવાલ આપશે હાજરી

Back to top button