ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

હાથ તો લગાડી જૂઓ, અમે ગુજરાતીઓથી ડરતા નથીઃ તેજસ્વી યાદવે કોને આપી આવી ધમકી?

  • આરજેડી નેતા તેજસ્વી યાદવે પીએમ મોદીની ટિપ્પણીનો કર્યો વળતો પ્રહાર
  • પીએમએ કહ્યું હતું, ‘બિહારને લૂંટનારાઓની જેલ યાત્રા શરૂ થશે’
  • બિહારી કોઈથી ડરતા નથી, એકવાર હાથ તો લગાડી જૂઓ: તેજસ્વી યાદવ

બિહાર, 27 મે: દેશભરમાં લોકસભાની ચૂંટણી તબક્કાવાર યોજાઈ રહી છે. અત્યાર સુધી છ તબક્કા યોજાઈ ચૂક્યા છે. હવે માત્ર સાતમા તબક્કાની ચૂંટણી યોજાવાની બાકી છે. ત્યારે અનેક પાર્ટીઓના નેતા પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે પીએમ મોદીએ પણ બિહારમાં સભાઓ કરી હતી. અને આ સમયે તેમણે બિહારીઓને મોદીની ગેરંટી આપી હતી અને કહ્યું હતું કે, ‘બિહારને લૂંટવા વાળા જેલમાં હશે.’ હવે બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને આરજેડી નેતા તેજસ્વી યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘બિહારને લૂંટવા વાળા જેલમાં હશે’ વાળી ટિપ્પણી પર વળતો પ્રહાર કર્યો છે.

બિહારી કોઈથી ડરતા નથી, એકવાર હાથ તો લગાડી જૂઓ: તેજસ્વી યાદવ

તેજસ્વી યાદવે કહ્યું કે, ‘પીએમ ધમકી આપી રહ્યા છે, તો ચાલો તેમને પણ કહીએ કે આ બિહાર છે, ઝારખંડ કે દિલ્હી નથી. એકવાર હાથ તો લગાડી જૂઓ. બિહારના લોકો ગુજરાતના લોકોથી ડરતા નથી. બિહારના લોકો કોઈથી ડરતા નથી, અમારા ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં થયો હતો. 75 વર્ષનો વૃદ્ધ માણસ 34 વર્ષના યુવાનને ધમકી આપી રહ્યો છે કે જો તમે અમને હરાવશો તો અમે તમને જેલમાં મોકલી દઈશું.’ વધુમાં તેમણે કહ્યું કે ‘જનતા નક્કી કરશે.’

બિહારને લૂંટનારાઓની જેલ યાત્રા શરૂ થશેઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કરાકટમાં જનસભાને સંબોધતા કહ્યું હતું કે બિહારને લૂંટનારાઓને NDA સરકાર બક્ષશે નહીં. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે, ‘NDA સરકાર બિહારને લૂંટનારાઓને બક્ષશે નહીં. હું બિહારના લોકોને ખાતરી આપું છું કે જેમણે ગરીબોને લૂંટ્યા અને નોકરીના બદલામાં તેમની જમીન હડપ કરી તેમને ન્યાય મળશે. બિહારને લૂંટનારાઓની જેલ યાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તેમની હેલિકોપ્ટર યાત્રા પૂરી થયા બાદ તેમની જેલની યાત્રા શરૂ થશે. બિહારને લૂંટનારાઓને એનડીએ સરકાર છોડશે નહીં. આ મોદીની ગેરંટી છે!’

પીએમ મોદીએ કહ્યું, ‘ઈન્ડી ગઠબંધનના આ નેતાઓ પોતાના રાજકીય હિત માટે કંઈ પણ કરશે. જ્યારે બિહારીઓનું અપમાન થાય છે ત્યારે તેઓ ચૂપ રહે છે. પંજાબના એક કોંગ્રેસી નેતાએ બિહારી મજૂરોનું એમ કહીને અપમાન કર્યું કે તેમને પંજાબમાં મકાન ખરીદવા દેવામાં આવશે નહીં. શું કોંગ્રેસના રાજવી પરિવારે આ માટે માફી માંગી? ના. શું આરજેડી નેતાઓ બિહારીઓ માટે ઉભા હતા? ના. બિહારીઓના આ અપમાન પર કોંગ્રેસને પડકારવાની આરજેડીમાં હિંમત નથી.’

એટલા બધા ડરી ગયા કે બિહારમાં હારી જશો તો તમે 34 વર્ષના બિહારીને ધમકી આપી રહ્યા છો?: તેજસ્વી યાદવ

તેજસ્વી યાદવે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં વડાપ્રધાન મોદીની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું કે, ‘જોબ અથવા આઈઆરસીટીસી માટે જમીનના કેસની એકવાર પણ તપાસ થઈ નથી, ત્રણ વખત તપાસ થઈ છે અને તેને બંધ કરી દેવામાં આવી છે. આ ચોથી વખત તેમણે આ તપાસ શરુ કરી છે એ પણ માત્ર રાજકીય લાભ માટે.’ વધુમાં કહ્યું કે, ‘તમે એટલા બધા ડરી ગયા કે તમે બિહારમાં હારી જશો તો તમે 34 વર્ષના બિહારીને ધમકી આપી રહ્યા છો? તમે શું કહેવા માગો છો કે તમે અમને ચૂંટણીમાં હરાવી રહ્યા છો, એટલે અમે તમને જેલમાં મોકલીશું? આ તો ધમકી જ આપી ને? 75 વર્ષના વૃદ્ધ છે આપણા મોદીજી અને તેઓ 34 વર્ષના બિહારી યુવકને ધમકી આપી રહ્યા છે કે તેઓ તેને જેલમાં મોકલી દેશે. તો ચાલો તેમને પણ કહીએ કે આ બિહાર છે, ઝારખંડ કે દિલ્હી નથી. એકવાર હાથ તો લગાડી જૂઓ.

આ પણ વાંચો: 30 લાખ ખાલી પડેલી જગ્યાઓ પર અમે યુવાનોને નોકરી આપીશું: રાહુલ ગાંધી

Back to top button