સાયન્સ એન્ડ ટેકનોલોજી

AI ફર્મ એન્થ્રોપિક પર કોપીરાઈટની તલવાર: સોની અને વોર્નર મ્યુઝિકે અબજો ડોલરનો કર્યો દાવો

Anthropic Faces New Copyright Lawsuit: જાણીતી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપની એન્થ્રોપિક (Anthropic) ફરી એકવાર મોટા કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. વિશ્વ વિખ્યાત મ્યુઝિક કંપનીઓ સોની મ્યુઝિક પબ્લિશિંગ (Sony Music Publishing) અને વોર્નર ચેપલ મ્યુઝિક (Warner Chappell Music) એ અમેરિકાની કોર્ટમાં એન્થ્રોપિક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સંગીત કંપનીઓનો ગંભીર આરોપ છે કે એન્થ્રોપિકે તેના AI મોડેલ્સને તાલીમ આપવા માટે પરવાનગી વગર હજારો કોપીરાઈટ કરેલા ગીતો અને તેના બોલ (Lyrics) નો ગેરકાયદે ઉપયોગ કર્યો છે. જો કોર્ટનો ચૂકાદો મ્યુઝિક કંપનીઓની તરફેણમાં આવે છે, તો એન્થ્રોપિકને અબજો ડોલરનું ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે.

પરવાનગી વગર હજારો ગીતોનો ઉપયોગ

સોની મ્યુઝિક પબ્લિશિંગ અને વોર્નર ચેપલે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ફોર ધ નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયામાં ફરિયાદ નોંધાવી છે. મ્યુઝિક કંપનીઓએ દાવો કર્યો છે કે એન્થ્રોપિકે તેમના સંગીત કાર્યોનો પરવાનગી વગર ઉપયોગ કરીને પોતાના AI મોડેલને ટ્રેન કર્યું છે. આ કાનૂની દાવમાં હજારો કોપીરાઈટ કરેલી રચનાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2026 માં દાખલ થયેલા આ કાનૂની દાવથી એન્થ્રોપિક પર ચોતરફથી કાનૂની દબાણ વધી ગયું છે.

પ્રતિ કોપીરાઈટ $150,000 નું વળતર

મ્યુઝિક કંપનીઓએ કડક વલણ અપનાવતાં દરેક કોપીરાઈટ કરેલી રચનાના ઉલ્લંઘન બદલ $150,000 સુધીના ભારે વળતરની માંગ કરી છે. આ ઉપરાંત, જ્યાં કોપીરાઈટ ઓળખ સંબંધિત માહિતી દૂર કરવામાં આવી હોય તેવા દરેક કિસ્સા માટે અલગથી $25,000 ના નુકસાની વળતરની માંગણી કરાઈ છે. એન્થ્રોપિક અગાઉ પણ લેખકો અને પબ્લિશર્સ સાથેના કોપીરાઈટ વિવાદમાં $1.5 બિલિયનના સમાધાન માટે સહમત થઈ ચૂકી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બિટટોરેન્ટ અને પાઈરેટેડ સાઈટ્સનો ખેલ

નવી કેસ ફરિયાદમાં એન્થ્રોપિકના સહ-સ્થાપક ડારિયો અમોડેઈ (Dario Amodei) અને બેન્જામિન માન (Benjamin Mann) નું નામ વ્યક્તિગત આરોપીઓ તરીકે સામેલ કરવામાં આવ્યું છે. આક્ષેપ છે કે બેન્જામિન માને બિટટોરેન્ટ (BitTorrent) દ્વારા 5 મિલિયનથી વધુ પાઈરેટેડ પુસ્તકો ડાઉનલોડ કર્યા હતા, જ્યારે કંપનીના કર્મચારીઓએ પાઈરેટેડ લાઈબ્રેરીઓમાંથી 2 મિલિયનથી વધુ પુસ્તકો તારવ્યા હતા. વધુમાં, લિરિક્સ મેળવવા માટે મ્યુઝિકમેચ (Musixmatch) અને લિરિકફાઈન્ડ (LyricFind) જેવી લાયસન્સ ધરાવતી સાઈટ્સમાંથી ડેટા અનધિકૃત રીતે મેળવવામાં આવ્યો હોવાનો પણ દાવો કરાયો છે.

આ પણ વાંચો: Googleનું નવું મોનિટરિંગ શરૂ, RAM પર બોજ નાખતી એપ્સ મુશ્કેલીમાં

Back to top button