T-20 વર્લ્ડ કપ દરમિયાન બદલાતો ગયો ટીમ ઈન્ડિયાનો અંદાજ, જુઓ આ વર્ષે અને છેલ્લાં 7 વર્લ્ડ કપમાં કેવી હતી ભારતીય ટીમની જર્સી
ટી-20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થઈ રહ્યો છે. ટી-20 વર્લ્ડમાં હજુ એક મહિના જેટલો સમય છે પરંતુ આ વર્લ્ડ કપને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ ટૂર્નામેન્ટ માટે ઈન્ડિયાની જર્સી પણ 18 સપ્ટેમ્બર લોન્ચ થઈ છે. ત્યારે આવો એક નજર કરીએ છેલ્લી સાત ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓએ પહેરેલી જર્સીની…. પરંતુ સૌ પહેલાં નજર કરીએ આ વર્ષના એટલે કે 2022ના વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયાની જર્સીનો લુક
2022: નવી જર્સીનો રંગ આકાશ વાદળી છે. જો કે, ખભા અને હાથ પર ઘેરો વાદળી રંગ જોવા મળે છે, જે અગાઉની જર્સીનો રંગ હતો. આ જર્સીએ પ્લેન નથી. જેમાં ઘણા ત્રિકોણ દેખાય છે. આ જર્સી પર MPL સ્પોર્ટ્સ અને બાયજુસનું નામ જોવા મળે છે. અને જર્સીની વચ્ચે ભારત લખેલું છે. ઓસ્ટ્રેલિયા સામે મંગળવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયા પણ આ જ જર્સી પહેરીને જોવા મળશે.
To every cricket fan out there, this one’s for you.
Presenting the all new T20 Jersey – One Blue Jersey by @mpl_sport. #HarFanKiJersey#TeamIndia #MPLSports #CricketFandom pic.twitter.com/3VVro2TgTT
— BCCI (@BCCI) September 18, 2022
2007: એમએસ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે શાનદાર રમત દેખાડતાં ટી-20 વર્લ્ડ કપ 2007નો ખિતાબ જીત્યો હતો. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જર્સી આસમાની રંગની હતી. આસમાની કે બ્લૂ રંગની જર્સી વિશ્વ ક્રિકેટમાં ભારતીય ટીમનો ટ્રેડમાર્ક રહ્યો છે. 2007ના વનડે વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમે આ જર્સી પહેરી હતી.
2009: આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જર્સી ઘણી જ બદલાઈ ગઈ હતી. ભારતીય ટીમે નેવી બ્લૂ રંગની જર્સી પહેરી હતી. એટલું જ નહીં જર્સીના કોલરમાં લાઈટ બ્લૂ રંગની જગ્યાએ ઘાટો નારંગી રંગ જોવા મળ્યો હતો. 2009નો વર્લ્ડ કપ પાકિસ્તાને શ્રીલંકાને હરાવીને જીત્યો હતો.
2010: આ ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ જે જર્સીનો ઉપયોગ કર્યો, તે લાસ્ટ વર્લ્ડ કપમાં ઉપયોગ થનારી જર્સીથી કંઈ અલગ ન હતી. બ્લૂ અને ઓરેન્જ કલરનો કોમ્બિનેશન યથાવત રહ્યો. સાથે જ એક તરફ ભારતીય ત્રિરંગાની પેટર્ન પણ યથાવત રહી. 2010ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હરાવીને કપ જીત્યો હતો.
2012: આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જર્સી એવી જ હતી, જે તેમને એક વર્ષ પહેલાં 50 ઓવરના વિશ્વ કપમાં પહેરી હતી. શ્રીલંકામાં રમાયેલા 2012ના ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું. વેસ્ટઈન્ડિઝે ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યો હતો.
2014: બાંગ્લાદેશમાં રમાયેલા આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જો કે તેઓ ખિતાબ જીતી શક્યા ન હતા અને શ્રીલંકાએ પહેલી વખત ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. 2014ના ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જર્સીની એક ખાસ વાત એ હતી કે, જર્સીના ખભા પર ભારતીય ધ્વજના રંગોથી નિર્મિત પેટર્ન બનેલી હતી.
2016: આ વર્લ્ડ કપમાં જે જર્સી હતી તે બ્લૂ અને લાલ તેમજ નારંગી રંગની હતી. નાઈકી દ્વારા લોન્ચ કરાયેલી જર્સીની મુખ્ય વિશેષતા એ હતી બ્લૂ પટ્ટીવાળા નિશાન હતા. સાથ જ તેની જમણા ખભા બાજુ લાલ-નારંગી રંગની પેટર્ન હતી, જેનાથી જર્સી અલગ જ દેખાતી હતી. 2016નો ટી-20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝે પોતાના નામે કર્યો હતો.
2021: ગત વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓએ ડાર્ક બ્લૂ રંગની જર્સી પહેરી હતી. પરંતુ તેના પર આછા બ્લૂ રંગનો ટચ પણ હતો. જે જર્સીને નવો લુક આપતો હતો. ગત વર્ષે ભારતીય ટીમની જર્સીને MPL સ્પોર્ટસે લોન્ચ કરી હતી.