સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ,જોવું કેવી હશે જર્સી ?

Text To Speech

ઓસ્ટ્રેલિયામાં આવતા મહિનાથી T20 world Cupશરૂ થઈ રહ્યો છે. વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની નવી T20 જર્સી લોન્ચ કરવામાં આવી. ટીમ ઈન્ડિયાની કિટ સ્પોન્સર MPL સ્પોર્ટ્સે આ જર્સીને લોન્ચ કરવામાં આવી છે. આ જર્સીના રંગમાં ઘણો તફાવત જોવા મળે છે.

જાણો જર્સી વિશે

નવી જર્સીનો રંગ આકાશ વાદળી છે. જો કે, ખભા અને હાથ પર ઘેરો વાદળી રંગ જોવા મળે છે, જે અગાઉની જર્સીનો રંગ હતો. આ જર્સીએ પ્લેન નથી. જેમાં ઘણા ત્રિકોણ દેખાય છે. આ જર્સી પર એમપીએલ સ્પોર્ટ્સ અને બાયજુસનું નામ જોવા મળે છે. અને જર્સીની વચ્ચે ભારત લખેલું છે. ઓસ્ટ્રેલિયા સામે મંગળવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયા પણ આ જ જર્સી પહેરીને જોવા મળશે.

Back to top button