સ્પોર્ટસ

ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પ્રવાસ માટેની ટીમ ઇન્ડિયાની જાહેરાત : યશ દયાલ કરશે ડેબ્યું, આ ખેલાડીઓને આરામ

T20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ અને ત્યારબાદ બાંગ્લાદેશ પ્રવાસે જવાની છે. તેનાં માટેની ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટી-20 વર્લ્ડ કપ બાદ 18 નવેમ્બરથી ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ શરૂ થશે. જેમાં 3 ODI અને 3 T20 રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ જશે. જેમાં 3 ODI  અને 2 ટેસ્ટ મેચ રમાશે.

આ પણ વાંચો : આફ્રિકા સામેની હારમાં પણ છે ભારતની જીતનું રહસ્ય, સેહવાગે આપ્યા સંકેત

આ ખેલાડીઓ આરામ ઉપર : યશ દયાલ કરશે ડેબ્યું

ઉત્તરપ્રદેશના ઑલરાઉન્ડર યશ દયાલને પહેલી વખત ટીમ ઇન્ડિયામાં મોકો આપવામાં આવ્યો છે. તેઓ બાંગ્લાદેશમાં વનડે સીરીઝ રમશે. યશ લેફ્ટ આર્મ પેસર અને રાઇડ હેન્ડ બેટર છે. 18 નવેમ્બર થી 30 નવેમ્બર દરમ્યાન ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 3 T20 અને 3 ODI રમશે. ન્યૂઝીલેન્ડ સામેની મેચો માટે ભારતીય ટીમનાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત કે એલ રાહુલ અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે, આ સિવાય  દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી જેવા મોટા પ્લેયર્સને પણ આરામ આપવામાં આવ્યો છે. તેથી આ પ્રવાસ દરમ્યાન T20 માટે ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યા અને ODI માટે ટીમનું નેતૃત્વ શિખર ધવન કરશે. જેનું શેડ્યૂલ નીચે મુજબ છે.

Team India- Hum Dekhenge News (1)
Yash Dayal

ન્યુઝીલેન્ડ વિ ભારત શેડ્યૂલ

પહેલી T20I : 18 નવેમ્બર, વેલિંગ્ટન

બીજી T20I : 20 નવેમ્બર, માઉન્ટ મૌંગાનુઈ

ત્રીજી T20I : 22 નવેમ્બર, નેપિયર

પહેલી ODI : 25 નવેમ્બર, ઓકલેન્ડ

બીજી ODI : 27 નવેમ્બર, હેમિલ્ટન

ત્રીજી ODI : 30 નવેમ્બર, ક્રાઈસ્ટચર્ચ

ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટી20 ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટમેન), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટમેન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.

ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ODI ટીમ

શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટ-કીપર), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યામવ. , અર્શદીપ સિંહ, દીપક ચાહર, કુલદીપ સેન અને ઉમરાન મલિક.

ન્યુઝીલેન્ડ બાદ બાંગ્લાદેશ પ્રવાસે જશે ટીમ ઈન્ડિયા

ન્યુઝીલેન્ડ પ્રવાસ બાદ ભારતીય ટીમ 4 ડિસેમ્બર થી 26 ડિસેમ્બર સુધી બાંગ્લાદેશ પ્રવાસે જશે. જ્યાં તે 3 ODI અને 2 ટેસ્ટ મેચ રમશે. બાંગ્લાદેશ સામેની મેચો માટે રોહિત શર્મા, કે એલ રાહુલ અને વિરાટ કોહલી ટીમમાં પાછા ફરશે. આ ઉપરાંત ભારતીય ટીમ માટે યશ દયાલ તેનું ડેબ્યું કરશે. યશ દયાલ બાંગ્લાદેશ સામેની ODI સિરીઝમાં પોતાનું ડેબ્યું કરશે. ભારત અને બાંગ્લાદેશની મેચોનું શેડ્યૂલ નીચે મુજબ છે.

બાંગ્લાદેશ વિ. ભારત શેડ્યૂલ

પહેલી ODI : 4 ડિસેમ્બર, ઢાકા

બીજી ODI : 7 ડિસેમ્બર, ઢાકા

ત્રીજી ODI : 10 ડિસેમ્બર, ઢાકા

પહેલી ટેસ્ટ : 14-18 ડિસેમ્બર, ચટ્ટોગ્રામ

બીજી ટેસ્ટ : 22-26 ડિસેમ્બર, ઢાકા

બાંગ્લાદેશ પ્રવાસ વનડે માટે ટીમ 

રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ (વાઈસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, શમી. સિરાજ, દીપક ચહર અને યશ દયાલ.

બાંગ્લાદેશ પ્રવાસ માટે ટેસ્ટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ શમી. સિરાજ અને ઉમેશ યાદવ.

Back to top button