જુની પેન્શન યોજના અને 7માં પગારપંચની માગ સાથે સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો આંદોલનના માર્ગે, 12થી 14 સપ્ટેમ્બર દેખાવો કરશે
રાજ્યની સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો જુની પેન્શન યોજના અને સાતમા પગારપંચની માંગ સાથે આંદોલનન માર્ગે જશે. આગામી સમયમાં અધ્યાપકો દ્વારા ટ્વીટ કરીને કાળા કપડાં તથા કાળી પટ્ટી બાંધીને અને બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર વિરોધ કરશે.ઇજનેરી કોલેજના અધ્યાપકો સળંગ નોકરી, 7મા પગાર પંચના ભથ્થા,CAS, બઢતી,બદલી અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગને લઈને અનેક વખત રજૂઆત કરી ચુક્યા છે.
12થી 14 સપ્ટેમ્બર સુધી વિરોધ અભિયાન
શિક્ષણ વિભાગ કે સરકાર દ્વારા કોઈ પણ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવતાં હવે ઇજનેરી કોલેજમાં અધ્યાપકો આંદોલનન માર્ગે વળ્યાં છે. અધ્યાપકો 12 સપ્ટેમ્બરથી સરકાર સામે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. 12 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી પડતર પ્રશ્નોને લઈને સોશિયલ મીડિયામાં અભિયાન ચાલશે. જેમાં #padatarprashno ટ્વીટ કરવામાં આવશે.15 થી 22 સપ્ટેમ્બર સુધી કાળા કપડાં તથા હાથે કાળી પટ્ટી બાંધીને શિક્ષણકાર્ય કરાવવામાં આવશે.23 સપ્ટેમ્બરથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કરશે.
પાર્ટ ટાઈમ અધ્યાપકો પણ આકરા પાણીએ
સરકારથી નારાજ પાર્ટ ટાઈમ અધ્યાપકો શિક્ષક દિવસને કાળા દિવસ તરીકે ઉજવશે.વર્ષોથી કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટેની જાહેરાત થઈ પરંતુ અમલ ના થયો તથા કેટલાક પ્રશ્નો અંગે હજુ કોઈ નિરાકરણ ના આવતા હવે અધ્યાપકોએ કાળા દિવસની ઉજવણી કરવાનો નિણર્ય કર્યો છે.જ્યાં સુધી પાર્ટ ટાઈમના અધ્યાપકોને 30 માર્ચ 2017ના ઠરાવ મુજબ કાયમી કરવામાં નહિ આવે ત્યાં સુધી કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષણકાર્ય કરશે.