ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ ગોલીના પાત્રમાં 16 વર્ષે પરિવર્તનઃ જાણો કોણ આવ્યું તેના સ્થાને?

મુંબઈ, 27 જુલાઇ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ શરૂ થયાને 16 વર્ષ થઈ ગયા છે અને આ વર્ષોમાં ઘણા કલાકારોએ શો છોડી દીધો છે. કેટલાકે વિવાદોને કારણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડવાનું યોગ્ય માન્યું જ્યારે અન્ય કલાકારો અન્ય કારણોસર અલગ થયા. હવે વધુ એક કલાકારે શો છોડ્યાના સમાચાર આવ્યા છે. ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહી દીધું છે. ગઈકાલે શુક્રવારે પ્રસારિત થયેલા એપિસોડ્સમાં કુશ તેના પાત્રને વિદાય આપતો જોવા મળ્યો હતો અને જ્યારે તે તેની વિદાયની કેક કાપી રહ્યો છે ત્યારે તે ભાવુક થઈ ગયો હતો.

નવા ગોલીનો સામે આવ્યો ચહેરો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી પર 16 વર્ષથી ચાલી રહી છે. આ શો વર્ષ 2008માં શરૂ થયો હતો. ત્યારે તેમાં જોડાનાર અભિનેતાએ હવે શિક્ષણ મેળવવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને બાય બાય કહી દીધું છે જેના લીધે તેના ચાહકો આઘાતમાં છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓએ એક વીડિયો જાહેર કર્યો છે અને કુશ શાહને શો છોડવાની માહિતી આપી છે. હવે ત્યારે નવા ગોલીનો પણ ચહેરો સામે આવ્યો છે. નવો ગોલી કોણ છે તે અંગેની માહિતીમાં હાલ માત્ર ચહેરો સામે આવ્યો છે જે વીડિયોના અંતમાં નવો ગોલી દેખાઈ રહ્યો છે. નવો ગોલી જૂના ગોલી જેવો જ દેખાઈ રહ્યો છે હવે જોવાનું એ રહ્યું છે કે દર્શકોને તે પસંદ આવી શકશે કે નહીં. હવે વીડિયોના અંતમાં નવો ગોલી દેખાઈ રહ્યો છે જેના પર યુઝર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શું કહ્યું તારક મહેતા શોના ગોલીએ ?
શોની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કુશ કહે છે, જ્યારે શો શરૂ થયો, જ્યારે તમે અને હું મળ્યા, ત્યારે હું ઘણો નાનો હતો. તમે બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. અને આ પરિવાર ગોકુલધામએ મને સમાન પ્રેમ આપ્યો છે. મેં અહીં ઘણી યાદો બનાવી છે. મેં અહીં ખૂબ જ આનંદ કર્યો છે. મેં મારું બાળપણ અહીં વિતાવ્યું છે. અને સૌથી અગત્યનું, હું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સર્જક અસિત મોદીજીનો આભાર માનું છું. આ સાથે શોના મેકર્સ અસિત મોદીએ પણ કુશનો આભાર માન્યો અને તેને આગળ વધવા માટે શુભકામનાઓ પણ પાઠવી.

ગોલીના શો છોડવાથી જેઠાલાલ થયા ભાવુક
ગોલીના શો છોડવાથી જેઠાલાલ ભાવુક થયા હતા અને કુશને શુભકામના આપતો એક મેસેજ લખ્યો હતો, સોશિયલ મીડિયામાં જેઠાલાલે ગોળીનો એક વીડિયો શેર કરતા લખ્યું હતું કે, ‘કુશ શાહ આ પિન્ચ અમને છોડવા માટે છે! પરંતુ મજાક સિવાય જો વાત કરું તો તારી સાથે કરેલા દરેક સીનનો મેં આનંદ માણ્યો છે. ઘણી બધી શુભેચ્છાઓ! આવી જ રીતે સ્મિત ફેલાવતા રહો અને હવે બંધુકની ગોળીની જેમ આગળ વધો એવી શુભકામનાઓ!’

આ પણ વાંચો..તાપસી પન્નુએ લગ્ન બાદ પહેલીવાર પતિનો ફોટો શેર કર્યો, લખ્યો આ ખાસ મેસેજ

Back to top button