ટ્રેન્ડિંગમનોરંજન

ગોલીએ પણ ‘તારક મહેતા…’ને કહ્યું અલવિદા? ફેન્સને લાગ્યો આંચકો

Text To Speech

મુંબઈ, 24 જૂન, નાના બાળકોથી લઈને તમામ લોકોમાં તારક મહેતા સિરિયલ ફેમસ છે. આ સિરિયલના દરેક પાત્રને લોકો તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી એક પછી એક કલાકારો સિરિયલ છોડી રહ્યા છે. ત્યારે તેમાંથી એક કુશ શાહ છે જે ગોલીનું પાત્ર ભજવે છે. કુશ વિશે સમાચાર ફેલાઈ રહ્યા છે કે તે પણ શો છોડી રહ્યો છે. કુશ શાહના શોમાંથી બહાર નીકળવાની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, આ અફવાઓ વચ્ચે ગોલીના એક ફેને સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે.

અભિનેતા કુશ શાહ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે શરૂઆતથી જ જોડાયેલો છે. શોમાં તે ગોલીનું પાત્ર ભજવે છે અને દર્શકોમાં ખુબ લોકપ્રિય પણ છે. ટપ્પુ સેનાના સભ્ય અને બુદ્ધિ અને મસ્તી ભરેલા એટિટ્યૂડ માટે પણ તે ફેન્સમાં લોકપ્રિય છે. જો કે હાલમાં જે રિપોર્ટ્સ આવી રહ્યા છે કે તે શો છોડી રહ્યો છે. હાલમાં જ એક ફેને કુશ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફોટો શેર કરીને ફેન્સે જણાવ્યું કે તે કુશને ન્યૂયોર્કમાં મળ્યો હતો. ચાહકે જણાવ્યું કે કુશે તેને કહ્યું કે તેણે શો છોડી દીધો છે અને ન્યૂયોર્કમાં તેનો અભ્યાસ પૂરો કરશે. આ પોસ્ટ વાયરલ થયા બાદ ચાહકો ખૂબ જ દુઃખી થઈ ગયા છે.

શું લખ્યું છે પોસ્ટમાં?
આ ફોટો ન્યૂયોર્કમાં ફેન અને કુશ શાહનો હોવાનું કહેવાય છે તેની કેપ્શનમાં જે લખ્યુ છે તે જાણવા જેવું છે. પોસ્ટમાં લખ્યું છે કે “સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જતી વખતે મને અચાનક ન્યૂયોર્કમાં કુશ શાહ ઉર્ફે ગોલી મળ્યો. તેણે મને જણાવ્યું કે તેણે શો છોડી દીધો છે અને ન્યૂયોર્કમાં પોતાનો અભ્યાસ કરે છે.”જો કે શોના હાલના એપિસોડ સાથે કુશ ઓનસ્ક્રીન છવાયેલો છે. ગોલીનું પાત્ર ચાહકોને ખુબ પસંદ આવી રહ્યું છે. અને તે શોમાંથી બહાર થાય તેવી સંભાવના તો ઓછી લાગે છે.

આ પણ વાંચો..ઈશા અંબાણી કે કેટરીના કૈફ, કોણ છે વધુ સ્ટાઈલિશ? જૂઓ

Back to top button