મુખ્યમંત્રી બનતા જ વિજયનો મોટો આદેશ, આ વિસ્તારમાં અસંખ્ય દારુની દુકાનો બંધ કરવાનો ઓર્ડર

Thalapathy Vijay: તમિલનાડુના નવા મુખ્યમંત્રી થલપતિ વિજયે પદ સંભાળ્યા પછીથી કડક નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. મુખ્યમંત્રી વિજયે બે અઠવાડિયામાં પૂજા સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડથી 500 મીટરની અંદર સ્થિત 717 દારૂના છૂટક સ્ટોર્સ બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય જાહેર હિતમાં લેવામાં આવ્યો છે.
કેટલી દુકાનો બંધ થશે?
પ્રાપ્ત માહિતી અનુસાર, તમિલનાડુ સ્ટેટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (TASMAC) હાલમાં 4,765 છૂટક દારૂની દુકાનો ચલાવે છે. તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે પૂજા સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડથી 500 મીટરની અંદર આવેલી આ દુકાનોનું નિરીક્ષણ અને ઓળખ કરવાનો આદેશ આપ્યો છે.
આદેશ અનુસાર, આ શ્રેણીમાં 717 છૂટક દારૂની દુકાનો કાર્યરત જોવા મળી. આમાં પૂજા સ્થળોની નજીક આવેલી 276 દુકાનો, શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી 186 દુકાનો અને બસ સ્ટેન્ડની નજીક આવેલી 255 દુકાનોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: લગ્નના 18 દિવસ પછી પ્રેમી સાથે ભાગી ગઈ પત્ની, લાખો રુપિયાના દાગીના પણ લેતી ગઈ












