ટોપ ન્યૂઝધર્મ

રક્ષાબંધન ક્યારે છે? – જાણો મુર્હૂત સહિત કયા દિવસે રાખડી બાંધવામાં આવશે

Text To Speech

ધાર્મિક ડેસ્કઃ આ વખતે રક્ષાબંધનનો તહેવાર 12 ઓગસ્ટે ઉજવવામાં આવશે. મુરાદાબાદ સ્થિત મા પિતાંબરા જ્યોતિષ અને વાસ્તુ સંશોધન કેન્દ્રના વડા આચાર્ય ઓમ શાસ્ત્રી મહારાજે જણાવ્યું કે, આ વખતે રક્ષાબંધનના દિવસને લઈને લોકોમાં આશંકા છે. તો આ વખતે રક્ષાબંધનનો તહેવાર 12મી ઓગસ્ટે જ ઉજવવામાં આવશે. આ ઉપરાંત બહેનો ભદ્રાના કારણે રાખડીના તહેવારને લઈને પણ મૂંઝવણમાં છે.

આચાર્ય ઓમ શાસ્ત્રી મહારાજે જણાવ્યું કે, શ્રાવણ સુદ પૂનમ 11મી ઓગસ્ટે 10:38 વાગ્યે શરૂ થશે અને 12મી ઓગસ્ટે સવારે 7:06 વાગ્યે સમાપ્ત થશે. ભદ્રા તિથિ પૂનમ જ છે. 11 ઓગસ્ટે ભદ્રાની સ્થિતિ રાત્રે 8:53 સુધી રહેશે. 12મીએ પૂનમ તિથિ સૂર્યોદય સમયે હશે અને આ આખો દિવસ પૂનમ જ હશે. તેથી તમામ ભાઈ-બહેનો આખો દિવસ રક્ષાબંધન ઉજવી શકશે. 12 ઓગસ્ટે પૂનમ હોવાથી ત્યારે જ તહેવાર ઉજવવો શ્રેષ્ઠ રહેશે.

Back to top button