IPL-2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2024 : હૈદરાબાદે પહેલી બેટિંગ કરી RR ને આપ્યો 202 રનનો ટાર્ગેટ

Text To Speech

હૈદરાબાદ, 2 મે : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં હૈદરાબાદની ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 202 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

નીતિશ-હેડના તોફાનમાં રાજસ્થાની બોલરો હારી ગયા

હૈદરાબાદની ટીમે 3 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. ટીમે 35 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટ્રેવિસ હેડ અને નીતિશ રેડ્ડીએ 57 બોલમાં 96 રનની ભાગીદારી કરી હતી. નીતિશે 42 બોલમાં 76 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે હેડે 44 બોલમાં 58 રન બનાવ્યા હતા.

રાજસ્થાનના બોલર નબળા સાબિત થયા

નીતિશે 30 બોલમાં ફિફ્ટી અને હેડે 37 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. અંતે હેનરિક ક્લાસને 19 બોલમાં 42 રન બનાવ્યા હતા. બીજી તરફ રાજસ્થાન ટીમ તરફથી ઝડપી બોલર અવેશ ખાને સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. સંદીપ શર્માને 1 સફળતા મળી હતી.

Back to top button