

અમદાવાદમાં E20ના આયોજન અંતર્ગત અમદાવાદીઓ માટે મહત્વની સુચના લઈને આવ્યું છે. આવતીકાલે એટલે કે 27/૦૩/2023 સોમવારે બપોરે ૩ વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી તમે અમદાવાદના પ્રસિદ્ધ અટલ બ્રિજની મુલાકાત લેવાના હોય તો આ ખબરને તમે જાણી લો. આવતીકાલે E20 સમિટ આયોજનના ભાગરૂપે અટલ બ્રિજ બંધ રાખવામાં આવશે. આ E20 સમિટ દરમિયાન અતિથિ અટલ બ્રિજની મુલાકાત લેવાના છે. આમ જનતા માટે બપોરે 2 વાગ્યા સુધી જ અટલ બ્રિજ ખુલ્લો રહેશે.
E20 અતિથિ અટલ બ્રિજની મુલાકાત લેશે
અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પર ભારતનો પહેલો બ્રિજ બનાવવામાં આવ્યો છે જે આપણા સૌના માટે આકર્ષણનું કેન્દ્ર છે. અટલ બ્રિજ અમદાવાદ શહેરમાં આવનાર પ્રવાસીઓ માટે વધુ એક પ્રવાસન સ્થળ બની ગયું છે. E20માં આવનાર અતિથિ પણ આ અટલ બ્રિજની મુલાકાત લેવાના છે. જેને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરના લોકો આવતીકાલે તારીખ 27/૦૩/2023ને સોમવારે બપોરે 2 વાગ્યા સુધી જ આ બ્રિજની મુલાકાત લઇ શકશે.
આ પણ વાંચો : વડોદરાવાસીઓને CMની ભેટ, ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજનું કર્યું લોકાર્પણ
????આવતીકાલે E20 સમિટ અન્વયે સાંજે 3 થી 9 કલાક સુધી અટલ બ્રિજ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે#E20 #atalbridge #Ahmedabad pic.twitter.com/u7XNEJSdc7
— DD News Gujarati (@DDNewsGujarati) March 26, 2023
આ પણ વાંચો : રાજ્ય સરકારની ભેટ, અમદાવાદમાં અટલ બ્રિજ પાસે કલા અને સંસ્કૃતિનું કેન્દ્ર બનશે
અમદાવાદ E20નું સાક્ષી બનશે
અમદાવાદ માટે આ ગૌરવની વાત છે. ભારત G20ના અધ્યક્ષપદ પર છે ત્યારે અમદાવાદ E20 સમિટનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 9 થી 10 ફેબ્રુઆરી અમદાવાદ ખાતે U20નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પણ અતિથિની અટલ બ્રિજની મુલાકાતને ધ્યાનમાં રાખીને ગત 9 ફેબ્રુઆરીએ સાંજે 4 કલાક થી રાત્રીના 8 કલાક સુધી સામાન્ય લોકો માટે આ બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર AMC દ્વારા સહયોગની અપીલ કરી છે.