ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં નશીલી સિરપ બનાવનારો પકડાયો, હવે ખુલશે નવા પત્તા

  • કેસમાં કુલ છ આરોપીઓની સઘન પુછપરછ થઇ રહી છે
  • ચાંગોદરમાં એેક ફેકટરી આયુર્વેદીક સિરપની આડમાં નશીલી સિરપ બનાવતો
  • ભરત નકુમની પોલીસે ધરપકડ કરી હતી અને તે હાલ જામનગરમાં જેલમાં છે

ગુજરાતમાં નશીલી સિરપ બનાવનારો પકડાયો છે. તેમાં હવે નવા ખુલાસા થશે. જેમાં યોગેશની ફેક્ટરીમાં સિરપ બનાવનાર રાજદીપની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછના પગલે વધુ એક ઝડપાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીની જમીનમાં ફાયદો, જાણો વાવેતર કેટલા ટકા વધ્યું

કેસમાં કુલ છ આરોપીઓની સઘન પુછપરછ થઇ રહી છે

કેસમાં કુલ છ આરોપીઓની સઘન પુછપરછ થઇ રહી છે. તેમાં ફેકટરીમાં ગત ઓગસ્ટ માસમાં નશીલી સિરપ પકડાઇ હતી. નડિયાદના બિલોદરામાં લઠ્ઠાવાળી સિરપ પીનાર સાત વ્યકિતઓના મૃત્યુના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આરોપીઓના રિમાન્ડ દરમિયાન એક પછી એક વાતનો ઘટસ્ફોટ થઇ રહ્યો છે. આ કેસમાં રિમાન્ડ ઉપરના કુલ છ આરોપીઓની સઘન પુછપરછ થઇ રહી છે. જેમાં યોગેશ સિંધીની મોકમપુરા ફેકટરીમાં નશીલી સિરપ બનાવવા માટે સિરપમાં મિશ્રણ કરીને તૈયાર કરનાર રાજદિપસિંહ વાળાની અટકાયત કરાઇ છે. આ શખ્સને આગામી 24 કલાકમાં કોર્ટ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા હવે AMC આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરશે

ચાંગોદરમાં એેક ફેકટરી આયુર્વેદીક સિરપની આડમાં નશીલી સિરપ બનાવતો

નડિયાદ નજીક ચાર કિ.મી દૂર બિલોદરા ગામમાં દેવદિવાળીની રાત્રે આયુર્વેદીક સિરપની આડમાં લઠ્ઠાવાળી સિરપ પીવાથી સાત વ્યકિતઓના મૃત્યુ થયા હતા. જેમાં બિલોદરાના ચાર , મહુધાના બગડુ ગામના એક , મહેમદાવાદના વડદલાના એક અને સોજાલીના એક યુવકનું મૃત્યુ નીપજયું હતું. રાજદિપસિંહ વાળા મૂળ દેવભૂમિ દ્વારિકા જિલ્લાનો વતની અને અમદાવાદમાં રહેતાં ભરત નકુમની અમદાવાદના ચાંગોદરમાં એેક ફેકટરી આયુર્વેદીક સિરપની આડમાં નશીલી સિરપ બનાવતો હતો.

આ પણ વાંચો: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રમુખ સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા

આ કેસમાં ભરત નકુમની પોલીસે ધરપકડ કરી હતી અને તે હાલ જામનગરમાં જેલમાં છે

યોગેશ સિંધિ અમદાવાદ ભરત નકુમની ફેકટરીમાં માલ લાવવા માટે આવજ જાવન કરવાથી ફેકટરીઓના કર્મચારીઓને ઓળખતો હતો. ભરત નકુમની ફેકટરીમાં ગત ઓગસ્ટ માસમાં નશીલી સિરપ પકડાઇ હતી. આ કેસમાં ભરત નકુમની પોલીસે ધરપકડ કરી હતી અને તે હાલ જામનગરમાં જેલમાં છે તેમ જાણવા મળ્યું છે.

Back to top button