ગુજરાતટોપ ન્યૂઝ

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રમુખ સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા

  • દિલ્હી અને રાજસ્થાન પોલીસના સંયુક્ત પ્રયાસથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા
  • સુખદેવસિંહ ગુગામેડી હત્યા કેસમાં 3ની ધરપકડ થઇ છે
  • હત્યા કરનારા 2 શૂટર્સ સહિત 3ની ચંદીગઢથી ધરપકડ કરવામાં આવી

સુખદેવસિંહ ગુગામેડી હત્યા કેસમાં 3ની ધરપકડ થઇ છે. જેમાં હત્યા કરનારા 2 શૂટર્સ સહિત 3ની ચંદીગઢથી ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના અધ્યક્ષના હત્યારા ઝડપાતા હવે સમગ્ર મામલો સામે આવશે.

 

Sukhdev Gogamedi and Ramveer Jat
Sukhdev Gogamedi and Ramveer Jat

આ પણ વાંચો: જૂનાગઢ ગેસની લાઈનમાં વિસ્ફોટ થતા દોઢ કિલોમીટર સુધી મકાનો ધ્રુજી ઉઠ્યા 

આરોપીઓની ઓળખ રોહિત રાઠોડ, નીતિન ફૌજી અને ઉધમ સિંહ

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રમુખ સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાન પોલીસ અને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ રોહિત રાઠોડ, નીતિન ફૌજી અને ઉધમ સિંહ તરીકે કરવામાં આવી છે જેઓની ચંદીગઢથી ધરપકડ કરવામાં આવી છે.

Sukhdev-Singh-Gogamedi
Sukhdev-Singh-Gogamedi

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીની જમીનમાં ફાયદો, જાણો વાવેતર કેટલા ટકા વધ્યું

દિલ્હી અને રાજસ્થાન પોલીસના સંયુક્ત પ્રયાસથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા

દિલ્હી અને રાજસ્થાન પોલીસના સંયુક્ત પ્રયાસથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. ચંદીગઢના સેક્ટર 22ની હોટલમાંથી આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ ત્રણેય આરોપીઓને પોલીસ જયપુર લઇ જશે. હત્યાકાંડ બાદ શૂટરોને સાથ આપનાર ક્રાઈમ શૂટર રોહિત અને ઉધમ સાથે પોલીસ દિલ્હી પહોંચી છે, જ્યારે રાજસ્થાન પોલીસ શૂટર નીતિન ફૌજીને પોતાની સાથે લઈ ગઈ છે.

Sukhdev Singh gogamedi-HDNEWS

આ પણ વાંચો: અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા હવે AMC આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરશે

બે શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત સિંહ રાઠોડની સાથે તેમના મદદગાર ઉધમની ધરપકડ

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા સાથે જોડાયેલા મોટા સમાચાર છે, જેમણે સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે. પોલીસે આ હત્યામાં સંડોવાયેલા બે શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત સિંહ રાઠોડની સાથે તેમના મદદગાર ઉધમની ધરપકડ કરી છે. પોલીસે 9 ડિસેમ્બરે મોડી રાત્રે ચંદીગઢમાં દારૂના ઠેકાણા પાસે ત્રણેયની ધરપકડ કરી હતી. ફૌજી અને રાઠોડની ધરપકડ કરવા માટે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને રાજસ્થાન પોલીસની SITએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમગ્ર ઓપરેશન એડીજી ક્રાઈમ દિનેશ એમએન અને પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફની દેખરેખ હેઠળ પાર પાડવામાં આવ્યું હતું.

Back to top button