અમદાવાદમાં ખરાબ રોડ-રસ્તા રિપેર નહીં થાય, કારણ જાણી રહેશો દંગ


દિવાળીનો તહેવાર શરૂ થયો છે. તેમજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ખાડ કલ્ચર છે તે બધા જાણે છે. તેમજ અમદાવાદીઓ ખરાબ રસ્તાઓને કારણે પરેશાન રહે છે. તેવામાં હવે ખરાબ રોડ-રસ્તા રિપેર નહીં થાય તેવા સમાચારે લોકોની હાલાકી વધારી છે.
આ પણ વાંચો: ઉલ્ટી ગંગા જેવો ઘાટ ઘડાયો, ભાજપના પૂર્વ ધારાસભ્ય સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા
વેકેશનની રજાઓ જાહેર થતાં કામો અટવાઈ ગયા
શહેરમાં રોડ રીસરફેસ કરવા અને નવા રિપેર કરવાની કામગીરી એક પખવાડિયા સુધી બંઘ કરવામાં આવી છે. જેમાં રોડ રસ્તાના કામો કરતા મજૂરો માદરે વતન જવાને કારણે હવે એ લોકો દેવ દિવાળી પછી જ પાછા ફરશે. આથી ત્યાં સુધી રોડના કામો બંધ રહેશે. જેના કારણે જે તે વિસ્તારોમાં બાકી હોય તે એ પરિસ્થિતિમાં રહેશે. અને તેના કારણે નાગરિકોને દિવાળીના તહેવારમાં જ હાલાકીનો સામનો કરવો પડે એવી શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા તારીખ 30 ઓક્ટોબર સુધીમાં શહેરના તમામ રોડ રીપેર અને રિસરફેસ કરવા માટેના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ શહેરમાં હજુ એ ઘણા બધા વિસ્તારોમાં રોડના કામો બાકી છે અને તે હજુ ઓછામાં ઓછા 15 દિવસ સુધી રીપેર કરી સરફેર્સ થવાની શક્યતા નથી.
આ પણ વાંચો: નીતિન પટેલ ભાજપના થયા, કોંગ્રેસના નેતાઓ માટે કાળી ચૌદશે કમલમ્ ખુલ્યું
મોટાભાગનાં રોડની હાલત વધારે પડતી ખરાબ થઇ
તહેવારોનો માહોલ જામી ગયો છે અને તેમજ દિવાળી વેકશનની રજાઓ પણ જાહેર થઇ જતાં મ્યુનિસિપલમાં રોડ રિસરફેસ અને બ્રિજ-બિલ્ડીંગ વગેરેનાં કામો અટકી ગયાં છે. જે હવે દેવદિવાળી પછી શરૂ થવાની ધારણા વ્યક્ત થઇ રહી છે. મ્યુનિસિપલ ઇજનેર ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે ચાર વર્ષથી મ્યુનિસિપલની આર્થિક પરિસ્થિતિ કથળતી જઇ રહી છે. અને તેના કારણે રોડ સહિતનાં કામો ઉપર તેની અસર થવા પામી છે. ચારેક વર્ષથી નક્કી કર્યા મુજબ અને ધારણા મુજબની કામગીરી થઇ શકતી નથી. ખાસ કરીને વિવિધ વિસ્તારોમાં મોટાભાગનાં રોડની હાલત વધારે પડતી ખરાબ થઇ ગઇ છે.