T20 World Cup 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઇનકાર, પાકિસ્તાનની એન્ટ્રીથી વિવાદ વકર્યો

T20 World Cup: ટી20 વર્લ્ડ કપ 2026 પહેલા ક્રિકેટ જગતમાં મોટો વિવાદ ઉભો થયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સુરક્ષા અને રાજકીય કારણોસર ભારતમાં રમવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ મામલે હવે પાકિસ્તાને પણ ઝંપલાવ્યું છે.
મુખ્ય વિવાદ: મુસ્તાફિઝુર રહેમાન અને IPL
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ BCCIના નિર્દેશ પર બાંગ્લાદેશી બોલર મુસ્તાફિઝુર રહેમાનને રિલીઝ કર્યો. આ ઘટના બાદ BCB એ આકરો નિર્ણય લેતા ICC ને પત્ર લખીને વિનંતી કરી છે કે બાંગ્લાદેશની તમામ મેચ ભારતને બદલે શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની ભૂમિકા
મળતી માહિતી મુજબ, પાકિસ્તાને આ વિવાદમાં એન્ટ્રી કરી છે. PCB એ જણાવ્યું છે કે, જો શ્રીલંકા મેજબાની માટે તૈયાર ન હોય, તો પાકિસ્તાન બાંગ્લાદેશના મેચો હોસ્ટ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. PCB ના સૂત્રોએ દાવો કર્યો છે કે તેઓએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને વિમેન્સ વર્લ્ડ કપ ક્વોલિફાયરનું સફળ આયોજન કર્યું હોવાથી તેઓ આ જવાબદારી નિભાવી શકે છે.
આસિફ નઝરુલનું વિવાદાસ્પદ નિવેદન
બાંગ્લાદેશના ખેલ સલાહકાર આસિફ નઝરુલે ભારત પર પ્રહાર કરતા કહ્યું કે, “ભારતીય ક્રિકેટ અધિકારીઓની નીતિઓ સાંપ્રદાયિક છે. જો અમારો એક ખેલાડી IPL માં સુરક્ષિત નથી, તો આખી ટીમ ભારતમાં સુરક્ષિત કેવી રીતે રહી શકે?”
વર્લ્ડ કપમાં બાંગ્લાદેશનું શેડ્યૂલ
બાંગ્લાદેશને ગ્રુપ-સી માં રાખવામાં આવ્યું છે. તેના નિર્ધારિત મેચો નીચે મુજબ છે:
- 7 ફેબ્રુઆરી:વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (કોલકાતા)
- 9 ફેબ્રુઆરી:વિરુદ્ધ ઈટાલી (કોલકાતા)
- 14 ફેબ્રુઆરી:વિરુદ્ધ ઈંગ્લેન્ડ (કોલકાતા)
- 17 ફેબ્રુઆરી:વિરુદ્ધ નેપાળ (મુંબઈ)
ટી20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમ:
લિટન દાસ (કેપ્ટન), સૈફ હસન (વાઈસ-કેપ્ટન), તાંજીદ હસન, પરવેઝ હુસૈન ઇમોન, તૌહીદ હૃદોય, શમીમ હુસૈન, નુરુલ હસન સોહન, મહેદી હસન, રિશાદ હુસૈન, નાસુમ અહેમદ, મુસ્તાફિઝુર રહેમાન, તાંજીમ હસન સાકિબ, તસ્કીન અહેમદ, મોહમ્મદ સૈફુદ્દીન અને શોરિફુલ ઈસ્લામ.












