વરસાદ બોલાવશે ફરી ધબધબાટી, આ તારીખે મેધો વરસશે મન મુકી


HD ન્યુઝ ડેસ્કઃ રાજ્યમાં વરસાદનો પહેલો રાઉન્ડ પુરો થઈ ગયો છે. રાજ્યમાં પહેલા જ રાઉન્ડમાં વરસાદે સીઝનનો 32 ટકા વરસાદ વરસાવી દીધો છે જે પ્રમાણમાં ઘણો સારો છે. બીપોરજોય વાવાઝોડાને કારણે લાગતુ હતુ કે આ વખતે ચોમાસુ મોડુ બેસશે પણ માત્ર 15 દિવસની રાહ બાદ ચોમાસાએ રાજ્યમાં ચોમાસાએ રમઝટ બોલાવી હતી.
આ તારીખે વરસી શકે છે મેઘોઃ વરસાદની એન્ટ્રી થતા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યના મોટા ભાગના ડેમોમા સારા એવા પાણીની આવક થઈ છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે ફરી ધોધમાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 6 થી 9 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. આ તારીખ દરમિયાન ગિર- સોમનાથ, અમરેલી, નવસારી તથા વલસાડમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.
તમામ ટીમો એલર્ટ મોડ પરઃ રાજયમાં 206 જળાશયો પૈકી 23 જળાશય હાઈ એલર્ટ, 15 એલર્ટ અને 10 વોર્નિંગ પર છે.એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે તથા તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં વરસાદથી ગરમી ઓછી પણ બફારો-ઉકળાટ વધ્યો, જાણો તાપમાન કેટલુ વધ્યું