અમદાવાદમાં વરસાદથી ગરમી ઓછી પણ બફારો-ઉકળાટ વધ્યો, જાણો તાપમાન કેટલુ વધ્યું
- બે દિવસથી અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારમાં વરસાદે વિરામ લીધો
- વરસાદના વિરામ બાદ વાતાવરણમાં ઉકળાટ વધતાં લોકો હેરાન
- તાપમાનનો પારો ગગડતા કાળઝાળ ગરમી સાવ ઘટી બફારો વધ્યો
અમદાવાદના વાતાવરણમાં બફારો અને ઉકળાટ વધતાં લોકો પરેશાન થઇ રહ્યાં છે. વરસાદના વિરામ બાદ વાતાવરણમાં ઉકળાટ વધતાં લોકો તોબાહ પોકારી ઊઠયાં છે. ધોધમાર વરસાદ વરસ્યો પરંતુ બફારો વધતાં લોકો પરસેવે રેબઝેબ થયાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી, લઘુત્તમ 27.4 ડિગ્રીએ પહોંચ્યું છે. વરસાદના આગમન પહેલાનો બફારો લોકોને ત્રાહીમામ કરે છે.
આ પણ વાંચો: NHAIના અધિકારી લાંચ કેસમાં ભરાયા, તપાસમાં થયા મોટા ખુલાસા
બે દિવસથી અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારમાં વરસાદે વિરામ લીધો
અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે દિવસથી અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે. ધોધમાર વરસાદની અનેક વિસ્તારો બેટમાં ફેરવાયાં હોવાથી છતાં આજે સોમવારે વાતાવરણમાં બફારો અને ઉકળાટ વધતાં લોકો તોબાહ પોકારી ઉઠયાં હતા. અસહ્ય ઉકળાટના કારણે શહેરીજનો બપોર અને સાંજના સમયે પરસેવે રેબઝેબ થયાં હતાં.
આ પણ વાંચો: અમદાવાદમાં હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું થયુ મોત
તાપમાનનો પારો ગગડતા કાળઝાળ ગરમી સાવ ઘટી ગઈ
હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ આંકડાકીય વિગતો મુજબ અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી નોંધાયુ હતુ. વરસાદી માહોલના કારણે રાજ્યનાં મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી નીચે અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રીથી નીચે આવી ગયું છે. અમદાવાદ શહેરમાં બે દિવસથી વરસાદે સાવ વિરામ લીધો છે. પરંતુ વાતાવરણમાં હજુ ભેજનું પ્રમાણ યથાવત છે. તાપમાનનો પારો ગગડતા કાળઝાળ ગરમી સાવ ઘટી ગઈ છે. પરંતુ બફારો અને ઉકળાટ વધતાં લોકો હેરાન-પરેશાન થયાં છે.












