સ્વાતિ માલીવાલે શનિવારે દિલ્હી સરકારના એક કાર્યક્રમમાં ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે મારા પિતા મારી સાથે યૌન શોષણ કરતા હતા. હું મારી માતા, કાકી, મસાઓ અને દાદા દાદીના કારણે આ પીડામાંથી બહાર આવી શકી.
આ પણ વાંચો : દિલ્હીમાં મહિલા આયોગ અધ્યક્ષ જ અસુરક્ષિત : સ્વાતિ માલિવાલને કારે 15 મીટર સુધી ઢસેડ્યા
સ્વાતિએ કહ્યું કે જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા મારી સાથે દુર્વ્યવહાર કરતા હતા. તે મને મારતા હતા, જેથી હું પલંગ નીચે સંતાઈ જતી. જ્યારે તે ઘરે આવતા ત્યારે મને ખૂબ જ બીક લાગતી. હું આખી રાત પ્લાન કરતી હતી કે કેવી રીતે હું મહિલાઓને તેમના હક્કો અપાવીશ. હું આવા પુરુષોને પાઠ ભણાવીશ જે મહિલાઓ અને છોકરીઓનું શોષણ કરે છે.
#WATCH | "I was sexually assaulted by my father when I was a child. He used to beat me up, I used to hide under the bed," DCW chief Swati Maliwal expresses her ordeal alleging her father sexually assaulted her during childhood pic.twitter.com/GsUqKDh2w8
— ANI (@ANI) March 11, 2023
એક કિસ્સો સંભળાવતા તેમણે કહ્યું કે મને હજુ પણ યાદ છે, જ્યારે તે મને મારવા આવતા ત્યારે તે મારા વાળ પકડીને મારું માથું દિવાલ પર જોરથી અથડાવતા, જેનાથી ઈજા થતી અને લોહી વહેતું રહેતું. તેમણે કહ્યું કે હું માનું છું કે જ્યારે કોઈ વ્યક્તિ ઘણા અત્યાચારો સહન કરે છે ત્યારે જ તે બીજાનું દર્દ સમજી શકે છે. ત્યારે જ તેનામાં એવી અગ્નિ જાગે છે કે તે આખી વ્યવસ્થાને હલાવી શકે છે. કદાચ મારી સાથે પણ એવું જ થયું છે અને અહીંના તમામ એવોર્ડ મેળવનારાઓની પણ આવી જ વાર્તાઓ છે.