ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

બકરી ઈદ પર વેજિટેરિયન્સ વિરુદ્ધ ભડાસ કાઢી સ્વરાએ, અભિનેત્રી થઈ ટ્રોલ

  • હંમેશા વિવાદાસ્પદ નિવેદન કરનારી અભિનેત્રી સ્વરા ભાસ્કર આજે ફરી એક વખત લાઈમલાઈટમાં આવી છે.  સ્વરાએ બકરી ઈદના અવસરે એવું કંઈક કહી દીધું કે તે જબરજસ્ત ટ્રોલ થઈ ગઈ છે.

17 જૂન, મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર એક્ટિંગ ઉપરાંત બેફામ બોલવાના કારણે પણ ચર્ચાઓમાં રહે છે. તે અનેક મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય આપતી રહેતી હોય છે. સ્વરાએ બકરી ઈદના અવસરે એવું કંઈક કહી દીધું કે તે જબરજસ્ત ટ્રોલ થઈ ગઈ છે.

બકરી ઈદ પર વેજિટેરિયન્સ વિરુદ્ધ બોલી સ્વરા

અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બકરીઈદ પર એક ટ્વિટ કર્યું છે. તેની પર લોકોનું જબરજસ્ત રિએક્શન્સ સામે આવ્યું છે. તેણે એક ફૂડ બ્લોગરનું ટ્વિટ રિટ્વિટ કરીને વેજિટેરિયન્સ વિરુદ્ધ પોસ્ટ કરી છે. જેના માટે તે ટ્રોલ થઈ રહી છે. સ્વરા ખાને એક પ્લેટની તસવીર શેર કરીને તેની પર લખ્યું છે કે સાચું કહું તો મને વેજિટેરિયન્સ લોકોની એક વાત સમજમાં આવતી નથી. તમે લોકોનું બધું જ ડાયેટ ગાયના વાછરડાને તેની માના દૂધથી વંચિત કરીને, ગાયોને જબરજસ્તી ગર્ભવતી કરાવીને, પછી તેના બાળકોથી અલગ કરીને તેનું દૂધ ચોરવાથી જ બને છે. આ ઉપરાંત તમે મૂળ વાળા શાકભાજી ખાવ છો, તેનાથી તો આખો છોડ જ ખતમ થઈ જાય છે. તો સારું રહેશે કે તમે આજે આરામ કરો, કેમકે આજે બકરી ઈદ છે.

યૂઝર્સે કરી કમેન્ટ

અભિનેત્રીની આ પોસ્ટ પર એક ટ્રોલરે કમેન્ટ કરતા લખ્યું છે કે હું માનું છું કે વાછરડાંને તેની માના દૂધથી અલગ કરવું ખોટું છે, પરંતું શું તમે લાખો જાનવરોની હત્યાને આ રીતે જસ્ટિફાઈ કરી શકશો. તમને લોકોને એ વાતથી પરેશાની થાય છે કે દિવાળી પર મોટા અવાજમાં ફટાકડા ન ફૂટે અને હોળીમાં પ્રાણીઓ પર રંગ ન નાખવામાં આવે, કેમકે તેનાથી તેમને જલન થાય છે, પરંતુ શું તમને ત્યારે વાંધો નથી આવતો જ્યારે જાનવરોને મારીને આ તહેવાર ઉજવવામાં આવે છે. તમે તો તેને ખાવ પણ છો. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે તમે પણ એક મા છો. આ પ્રકારની વસ્તુઓને તમારા એજન્ડા માટે જસ્ટિફાઈ કરવાનું બંધ કરો. ખોટાને ખોટું કહેતા શીખો. બાળકોને સારા પેરેન્ટિંગની જરૂર છે.

આ પણ વાંચોઃ કિંજલ દવેએ ફાધર્સ-ડેના દિવસે પિતાને આપી શાનદાર ગિફ્ટ, પિતા થયા ભાવુક

Back to top button