ગુજરાતટ્રેન્ડિંગમનોરંજનસંવાદનો હેલ્લારો

કિંજલ દવેએ ફાધર્સ-ડેના દિવસે પિતાને આપી શાનદાર ગિફ્ટ, પિતા થયા ભાવુક

  • કિંજલે પિતાને ફાધર્સ ડે પર બ્લેક કલરની ફોર્ચ્યુનર કાર ભેટમાં આપી
  • સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

HD ન્યૂઝ ડેસ્ક, 17 જૂન, 16 જૂને સમગ્ર વિશ્વમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસર પર બાળકો પિતાને કોઈ સારી ભેટ આપે છે. ત્યારે ફાધર્સ ડે પર ગુજરાતની ગાયક કલાકાર કિંજલ દવેએ તેના પિતાને આલીશાન કાર ગિફ્ટમાં આપી. આ દરમિયાન કિંજલ દવેના પિતા સરપ્રાઈઝ થઈ ગયા હતા અને ભાવુક થઈને દીકરીને ભેટી પડ્યા હતા. કિંજલ દવેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

ગઈકાલે દેશભરમાં ફાધર્સ ડેની ઉજવણી ખુબ જ ધામધૂમથી કરવામાં આવી, મોટાભાગના લોકોએ સોશિયલ મીડિયામાં પણ પોતાના પિતા સાથેની તસવીરો અને પોસ્ટ શેર કરીને આ દિવસને ખાસ બનાવ્યો હતો. આવી સ્થિતિમાં, ગુજરાતની ખુબ જ ફેમસ ગાયિકા કિંજલ દવેનો પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં કિંજલ દવે ફાધર્સ ડેના આ ખાસ દિવસ પર તેના પિતાને એક મોંઘી દાટ લક્ઝુરિયસ કાર પણ ગિફ્ટ આપતી જોઈ શકાય છે. આ વીડિયો પર લોકો પણ હવે ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયો જોઈને ચાહકો બોલ્યા..”દીકરી હોય તો આવી…”

શું છે વીડિયોમાં?
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કિંજલ દવેના ઘરની બહાર એક ન્યુ કાર ઉભી છે, તેના પપ્પા પણ ઘરની બહાર જ છે પરંતુ તેમને જરા પણ ખબરનથી કે આ કાર તેમના માટે આવી છે, જેના બાદ કિંજલ ઘરની બહાર આવે છે અને કાર પાસે જાય છે, તેના પપ્પા હજુ પણ અજાણ છે અને ઘરના દરવાજા પાસે આવીને જ ઉભા રહી જાય છે. રે કિંજલ કાર પાસે જઈને કારની ચાવી લઈને આવે છે,અને તેના પપ્પા સામે બતાવે છે, ત્યારે કિંજલના પપ્પા લલિત દવે પણ સરપ્રાઈઝ થઈ જાય છે અને પોતાની દીકરી સામે જોવા લાગે છે, તેઓ કલ્પના પણ નથી કરી શકતા કે દીકરીએ તેમના માટે આટલી શાનદાર કાર લીધી છે, તેમના ચહેરા પર ખુશીના આંસુ આવી જય છે. અને બંને બાપ દીકરી ભેટી પડે છે, આ ક્ષણ દરમિયાન પિતા અને દીકરી બંને ભાવુક થતા પણ જોવા મળી રહ્યા છે. આ ક્ષણ પણ કેમેરામાં કેદ થઇ ગઈ. જેના બાદ કિંજલના પિતા ચાવી લઈને કાર તરફ જતા જોવા મળે છે. આ વીડિયોને હવે ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, સામાન્ય માણસ સાથે સાથે સેલેબ્સ પણ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો..સુશાંતની વરસી પર બહેન શ્વેતાએ ઈમોશનલ પોસ્ટ શેર કરી, જુઓ ફોટા-વીડિયો

Back to top button