ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

અયોધ્યામાં રામલલ્લાનું થયું સૂર્ય તિલક, અદ્ભુત નજારો જોવા મળ્યો

  • ભગવાન રામલલ્લાના સૂર્ય તિલકનો મનમોહક નજારો જોવા મળ્યો 
  • PM મોદીએ ઓનલાઈન માધ્યમથી રામલલ્લાને સુર્ય તિલકના દર્શન કર્યા હતા 

અયોધ્યા, 17 એપ્રિલ: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામનવમી નિમિત્તે રામલલ્લાના સૂર્ય તિલકનો અદભુત નજારો જોવા મળ્યો હતો. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ ભગવાન રામલલ્લાની આ પ્રથમ રામનવમી છે. આ પ્રસંગે રામલલ્લાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. રામલલ્લાના દિવ્ય સૂર્ય તિલકના દર્શન ખૂબ જ મનમોહક લાગતા હતા. આ અવસર પર રામલલ્લાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. રામનવમીના દિવસે સાયન્ટિફિક મિરર દ્વારા સૂર્યનું કિરણ ભગવાન રામલલ્લાના કપાળ પર પાડવામાં આવ્યું હતું, આ દરમિયાન 5 મિનિટ સુધી સૂર્યનું કિરણ રામલલ્લાના કપાળ પર જોવા મળ્યું હતું. વડાપ્રધાન મોદીએ આસામના નલબારીમાં રેલી કર્યા બાદ ઓનલાઈન માધ્યમથી ભગવાન રામલલ્લાના આ સુર્ય તિલકના દર્શન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

સૂર્ય અભિષેકની ખૂબ જ રસપ્રદ પ્રક્રિયા 

સૂર્ય અભિષેકની આ પ્રક્રિયા પણ ખૂબ જ રસપ્રદ હતી, આ પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ મંદિરના ત્રીજા માળે લગાવેલા પહેલા અરીસા પર પડ્યો, જે ત્યાંથી પ્રતિબિંબિત થઈને પિત્તળની પાઇપમાં ગયો. પિત્તળની પાઇપમાં ફિક્સ કરેલા બીજા અરીસાને અથડાયા પછી સૂર્યપ્રકાશ 90 ડિગ્રી પર ફરીથી પ્રતિબિંબિત થયો. પછી પિત્તળની પાઇપમાંથી પસાર થતું આ કિરણ ત્રણ અલગ-અલગ લેન્સમાંથી પસાર થયું અને લાંબા પાઇપના ગર્ભગૃહના છેડે અરીસા સાથે અથડાયું. ગર્ભગૃહમાં અરીસા સાથે અથડાયા પછી, કિરણોએ રામલલ્લાના મસ્તક પર સીધું 75 મિલિમિટરનું ગોળાકાર તિલક કર્યું અને પાંચ મિનિટ સુધી તે સતત પ્રકાશિત રહ્યું.

રામલલ્લાને વિશેષ પરિધાન અને 56 પ્રકારના ભોગ 

આ અવસર માટે રામલલ્લાને ખાસ તૈયાર કરવામાં આવ્યા હતા. તેના માટે એક ખાસ પરિધાન ડિઝાઈન કરવામાં આવ્યું હતું, જેનો રંગ પીળો હતો. આમાં ખાદી અને હેન્ડલૂમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વસ્ત્રો તૈયાર કરવામાં વૈષ્ણવ સંપ્રદાયના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ સોના અને ચાંદીના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામલલ્લાના કપડા બનાવનાર મનીષ ત્રિપાઠીનું કહેવું છે કે, રામલલ્લાના કપડા તૈયાર કરવામાં 20થી 22 દિવસનો સમય લાગે છે. રામલલ્લાના કપડામાં વેલ્વેટ કોટનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે અંદરથી નરમ રહે. રામલલ્લાની મૂર્તિને દિવ્ય આભૂષણોથી શણગારવામાં આવી છે. આ દરમિયાન રામલલ્લાના ખાસ કપડાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

રામલલ્લા મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું કહેવું છે કે, રામલલ્લા માટે અલગ-અલગ દિવસો અનુસાર અલગ-અલગ રંગના કપડાં નક્કી કરવામાં આવ્યા છે. સોમવારે રામલલાની મૂર્તિને સફેદ વસ્ત્રો પહેરાવવામાં આવે છે. મંગળવારે ગુલાબી, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે ક્રીમ, શનિવારે વાદળી અને રવિવારે લાલ રંગ નક્કી કરવામાં આવ્યો છે. રામલલાને 56 પ્રકારના ભોગ ચઢાવવામાં આવ્યો છે. આ પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવશે.

સવારે 3.30 થી 11 વાગ્યા સુધી ભક્તો રામલલ્લાના દર્શન કરી શકશે.

આ પહેલા રામનવમી નિમિત્તે સવારે 3.30 કલાકે રામ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. ભક્તો રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો રામલલ્લાના દર્શન કરી શકશે. આવી સ્થિતિમાં મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. રામલલ્લાના દર્શનને લઈને રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામનવમી નિમિત્તે ભક્તોએ સરયુ નદીમાં શ્રધ્ધાપૂર્વક ડૂબકી લગાવી હતી. રામનવમી નિમિત્તે બુધવારે વહેલી સવારથી જ ભક્તો રામ મંદિર પહોંચવા લાગ્યા હતા. આ દરમિયાન આકાશ જયશ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

વૈજ્ઞાનિક અરીસા દ્વારા રામલલ્લાના મસ્તક પર સુર્ય તિલક કરવામાં આવ્યું!

રામનવમી નિમિતે આજે શુક્રવારે સૂર્યના કિરણોને વૈજ્ઞાનિક અરીસા દ્વારા ભગવાન રામલલ્લાના મસ્તક સુધી પહોંચાડવા માટે રિહર્સલ કરવામાં આવ્યું હતું અને આ પ્રયોગ સંપૂર્ણપણે સફળ રહ્યો હતો. સફળ પરીક્ષણ બાદ વિજ્ઞાનીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, સૂર્યદેવ આ વખતે રામનવમીના અવસર પર જ ભગવાન રામલલ્લાનું તિલક કરશે. પહેલા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ જ આ પ્રયોગ સફળ થશે, પરંતુ વિજ્ઞાનીઓએ શુક્રવારે ભગવાન રામલલ્લાના મસ્તક પર સૂર્યના કિરણો સફળતાપૂર્વક મોકલ્યા.

આ પણ જુઓ: રામ નવમી પર પ્રભુ શ્રીરામની કૃપા મેળવવા કરો આ કામ

Back to top button