ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મવિશેષશ્રી રામ મંદિર

રામનવમી સ્પેશિયલ:અધધ…1.1 લાખ કિલો લાડવા અયોધ્યા પહોંચ્યા

Text To Speech
  • દેવરાહા હંસ બાબા ટ્રસ્ટે મોક્લાવ્યા
  • મંદિર પ્રતિષ્ઠામાં પણ મોકલાવ્યા હતા
  • તિરુપતિ અને કાશી વિશ્વનાથમાં પણ મોકલાવશે

અયોધ્યા, 16 એપ્રિલ: અયોધ્યામાં પ્રભુ રામ પોતના નિજસ્થાને બિરાજ્યા પછીની આ પહેલી રામનવમી આવી રહી છે. માટે આ રામનવમીને ખાસ બનાવવામાં એકબાજુ મંદિર પ્રશાસન સખત તૈયારીઓ લાગી ગયું છે જ્યારે બીજી ભક્તોમાં અતિઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રભુ રામને રીજવવા વિશેષ પ્રકારની ભેટ અર્પણ કરી રહ્યા છે. જેમાં વધુ એક ભેટનો ઉમેરો થયો છે. આ વખતે ભેટ સ્વરુપે અધધ.. 1.1 લાખ કિલોનો લાડવા પ્રસાદી તરીકે અયોધ્યામાં પહોંચ્યા છે. જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે પ્રભુ રામ પ્રત્યેની અતૂટ લોકઆસ્થા આજે પણ અતુટ અને અકબંધ છે.

દેવરાહા હંસ બાબા ટ્ર્સ્ટ તરફથી

આવતી કાલે રામનવમી હોય મંદિર પ્રશાસનને 1,11,111 કિલો લાડવા પ્રસાદી રુપે દેવરાહા હંસ બાબા તરફથી મંદિરને ભેટ ધરાયા છે. દેવરાહા હંસ બાબા ટ્રસ્ટના ટ્રસ્ટી અતુલ સક્શેનાએ કહ્યું કે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પછી આ પ્રથમ રામનવમીની ઉજવણી ખાસ બની રહેશે.

અગાઉ પણ ટ્રસ્ટે આપ્યા હતા લાડવા

લાડવાની પ્રસાદી વિશે વધુ વાત કરતા સકસેનાએ કહ્યું કે, રામ મંદિર સિવાય આ પ્રસાદીનું અન્ય મંદીરોમાં પણ વિતરણ દર સપ્તાહે વિતરણ કરવામાં આવશે જેમાં કાશી વિશ્વનાથ મંદિર સહિત તિરુપતિ બાલાજી મંદિરનો પણ સમાવેશ થાય છે. આ પહેલા જ્યારે રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી ત્યારે પણ દેવરાહા હંસ બાબા ટ્ર્સ્ટ દ્વારા 44,000 કિલો લાડવા પ્રસાદી તરીકે પ્રભુ રામને ધરાવાયા હતા.

રામનવમીની તૈયારી હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. એક અંદાજ પ્રમાણે બહુમોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી શકે છે જેને લઈને સરકારી તંત્રના સહયોગથી મંદિર પ્રશાસન પુરજોસથી આયોજન કરી રહ્યું છે.

આ પણ વાંચો: રામલલાની મૂર્તિના સર્જન દરમિયાન પત્ની સાથે ભાગ્યે જ વાત થતી જેથી…કલાકાર યોગીરાજે શૅર કર્યા અનુભવો

Back to top button