આશ્ચર્યજનક! બિહારમાં મહિલાએ એક સાથે આપ્યો 5 બાળકીઓને જન્મ
- 5 બાળકીનું સાંભળતા મહિલા ગભરાય ગઈ હતી
- પાંચેય બાળકીઓ અને તેમની માતા છે એકદમ સ્વસ્થ
બિહાર, 5 મે 2024, સામાન્ય રીતે સ્ત્રી એક જ બાળકને જન્મ આપે છે. જો કે, જો ગર્ભધારણના સમયમાં ફેરફાર થાય છે, તો જોડિયા પણ જન્મે છે, પરંતુ એક સાથે પાંચ બાળકોનો જન્મ ખૂબ જ આશ્ચર્ય જનક છે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. બિહારના કિશનગંજમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ એક સાથે પાંચ છોકરીઓને જન્મ આપ્યો છે. આ સમાચારથી ડૉક્ટર અને પર્વરજનો પણ ચોંકી ગયા છે.
કિશનગંજમાં એક મહિલાએ એક સાથે 5 છોકરીઓને જન્મ આપ્યો છે. આ મહિલાનું નામ તાહિરા આલમ છે. તમને જણાવી દઈએ કે, મહિલા પહેલેથી જ એક બાળકની માતા છે. તેમનું પ્રથમ સંતાન એક પુત્ર હતો. કેટલાક તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે જ્યારે કેટલાક તેની પાછળના વૈજ્ઞાનિક કારણો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહિલા જિલ્લાના ઠાકુરગંજ બ્લોકની કનકપુર પંચાયત હેઠળના જલ મિલિક ગામની રહેવાસી છે.
નર્સિંગ હોમમાં થઈ ડિલિવરી
27 વર્ષની તાહેરા બેગમને ગર્ભાવસ્થા દરમિયાન પીડા થતી હોવાથી નજીકના ઈસ્લામપુરના એક ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં મહિલાએ એક સાથે પાંચ બાળકીઓને જન્મ આપ્યો હતો. એક પછી એક બાળકીઓનો જન્મ થતા જોઈને ડોક્ટર અને સ્ટાફ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. પાંચ બાળકોને જન્મ આપ્યાના સમાચાર સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર પાંચેય બાળકીઓ અને તેમની માતા એકદમ સ્વસ્થ છે. બાળકીનો જન્મ થતાં પરિવારજનોમાં આનંદનો માહોલ છે.
મહિલા ગભરાઈ જતાં ડૉક્ટરે સમજાવ્યું
મહિલાએ જણાવ્યું કે 5 બાળકીઓનો જન્મ થતાં તે ડરવા લાગી હતી. જોકે, ડૉક્ટરે મને સમજાવ્યું કે ડરવાનું કંઈ નથી. તમને જણાવી દઈએ કે, રઝા નર્સિંગ હોમના ડૉ. ફરઝાના નૂરી અને ડૉ. ફરહાના નૂરી બંનેએ સંયુક્ત રીતે મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી હતી. આ અંગે રઝા નર્સિંગ હોમની મહિલા ડોક્ટરે જણાવ્યું કે જ્યારે અમે મહિલાને કહ્યું કે તેના પેટમાં પાંચ બાળકી છે. મહિલા ગભરાવા લાગી હતી પણ અમે સમજાવ્યું કે ગભરાવાનું કંઈ નથી. અમે તેમની વધુ સારી રીતે સારવાર કરી અને આજે મહિલા અને તેના બાળકો સ્વસ્થ છે. ડૉક્ટરે કહ્યું કે આ કેસ મારા માટે ઘણો પડકારજનક હતો. પરંતુ, તકનીકી સહાય અને સમજણથી, બાળકોની ડિલિવરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો..એંગ્ઝાઈટીથી પીડાતી વ્યક્તિ સાથે આવી વાતો ન કરતા, વધી જશે સમસ્યા