ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં 14-15મે તમામ ખાનગી હોસ્પિટલ, નર્સિંગ હોમ, OPD બંધ રહેશે, BU પરમિશન મામલે ડોકટર્સ લડી લેવાના મૂડમાં

Text To Speech

અમદાવાદની હોસ્પિટલમાં BU પરમિશન અને સી ફોર્મ રિન્યુઅલનો મામલો ફરી સામે આવ્યો છે. ત્યારે આ મુદ્દે ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સના ડોકટરો સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લડી લેવાના મૂડમાં છે. અમદાવાદ ખાનગી હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે આજે અને આવતીકાલે એટલે કે 14 અને 15 મેના રોજ બે દિવસ હડતાળનું એલાન કરીને બે દિવસ સંપૂર્ણપણે હોસ્પિટલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાનગી તબીબોએ અવારનવાર રજુઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિર્ણય લેવામાં ન આવતાં છેવટે તબીબોએ હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે. આ હડતાળના કારણે હજારો દર્દીઓને તકલીફનો સામનો કરવો પડી શકે છે. જેના માટે ડોકટરોએ માફી પણ માગી છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં ડોકટરો ભેગા થઈ ધરણા કરશે, તેમજ “ફુટપાથ પર ઓપીડી” જેવા કાર્યક્રમો યોજશે.

ફોર્મ-સી રજીસ્ટ્રેશન મામલે અમદાવાદની હોસ્પિટલ્સનો વિરોધ
અમદાવાદ શહેરની 450 હોસ્પિટલના રજીસ્ટ્રેશન અટક્યા છે. BU પરમિશનના અભાવે સી ફોર્મ રજિસ્ટ્રેશન કરવાની માગ કરાઈ છે. આગામી બે દિવસ મેડિકલ સર્વિસ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. શનિવારે ગાંધીઆશ્રમથી વલ્લભસદન સુધી રેલી યોજવામાં આવશે. તબીબો રિવરફ્રન્ટ પર જ OPD શરૂ કરશે.

એસોસિએશન દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, “આગામી 2 દિવસ અમદાવાદની તમામ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ, OPD સેવાઓ અને પ્લાન કરેલી સર્જરી પ્રક્રિયાઓ બંધ રહેશે. 14 અને 15 મે 2022ના રોજ હૉસ્પિટલો દ્વારા ઇમર્જન્સી હેલ્થકેર સેવાઓ ચાલુ રહેશે. ‘મેડિકલ બંધ’થી સામાન્ય લોકોને ઉભી થતી અસુવિધા માટે ખેદ અનુભવીએ છીએ.અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરશે.”

• હાલ જે સંસ્થાને ફોર્મ સી આપેલું છે એની મુદતમાં એક વર્ષનો વધારો કરવાની અમદાવાદ ખાનગી હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન માગ

સી ફોર્મ શું છે?

 • બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
 • રજિસ્ટ્રેશન માટે સી ફોર્મ ભરીને આપવું જરૂરી છે.
 • સી ફોર્મમાં હોસ્પિટલ અંગે તેમજ ડૉક્ટરની માહિતી હોય છે.
 • ડૉક્ટર અંગેના સર્ટીફિકેટ સહિતની વિગતો રજુ કરવામાં આવે છે.
 • ધી બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ 1949ની કલમ પાંચ હેઠળ નોંધણી બાદ સી ફોર્મ ઇશ્યુ થાય
 • હોસ્પિટલ-નર્સિંગ હોમ્સને AMCના જન્મ મરણ વિભાગ સી ફોર્મ ઇશ્યૂ કરે છે
 • AMC સી ફોર્મ માટે નવો નિયમ લાવી છે

અમદાવાદમાં સી ફોર્મને લઇને વિરોધ કેમ?

 • પહેલા સી-ફોર્મમાં BU પરમિશનના કાગળની જરૂરિયાત હતી નહીં, હવેથી BU બીયુ પરમિશન ફરજિયાત રજૂ કરવનું કહેવામા આવ્યું છે.
 • સી ફોર્મના રીન્યુઅલમાં BU પરમીશન કાગળ લાવવામાં હોસ્પિટલોને અત્યારે મુશ્કેલી પડે છે
 • અનેકહોસ્પિટલ વર્ષો જૂની બિલ્ડિંગમાં છે, ત્યારે જૂના બિલ્ડિંગની BU પરમિશન નથી મળતી.
 • નિયમ લાગુ કરવામાં આવતા અનેક હોસ્પિટલબંધ થઇ શકે છે.
 • અમદાવાદ સિવાય રાજકોટ,સુરત,વડોદરા અને ગાંધીનગર જેવા શહેરોમાં નિયમ નહીં

AHNAની માગણીઓ

 • હાલ જે સંસ્થાને ફોર્મ સી આપેલું છે એની મુદતમાં એક વર્ષનો વધારો કરવો.
 • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બિલ્ડિંગમાં BU ન હોય ત્યાં જે-તે સમયે અસ્તિત્વમાં હોય એ કાયદા પ્રમાણે, નાના-મોટા સ્ટ્રક્યર બદલાવ કરી સક્રિય ભૂમિકા ભજવી, BU અપાવવામાં મદદ કરવી.

શું છે સમગ્ર મામલો ?
અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા ફોર્મ-સી રજિસ્ટ્રેશન ન થતા  શહેરમાં 450 હોસ્પિટલના રજિસ્ટ્રેશન અટક્યા છે. BU પરમિશન મામલે હોસ્પિટલઓના સી ફોર્મ રજિસ્ટ્રેશન અટવાયા છે. જેના પગલે આહના દ્વારા તાત્કાલિક BU વગર અન્ય શરતોના પાલન સાથે સી-ફોર્મનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવે તેવી માંગ કરી છે.

Back to top button