સુરત: ISI માર્ક વગરના રમકડાંનું વેચાણ કરનાર વેપારીને ત્યાં દરોડા
સુરત, 28 માર્ચ: સુરતના નાનપુરા વિસ્તારના નીલકંઠ મહાદેવ સ્ટ્રીટ ખાતે આવેલી રમકડાંનું વેચાણ કરતી દુકાનમાંથી ISI માર્ક વગરના રમકડાં રાખતા હોવાનું સુત્રો દ્વાર માહિતી મળતા ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓએ રમકડાં વેચતા વેપારીને ત્યાં દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય માનક બ્યૂરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલાં રમકડાંનું વેચાણ તેમની દુકાનમાં કરતા હતા. દરોડા દરમિયાન વેપારી પાસેથી વધારે માત્રા માં ISI માર્ક વગરના રમકડાં મળી આવ્યા હતા, તેને અધિકારીઓ દ્વાર જપ્ત કરવામાં આવ્યા છે.
ISI માર્ક વગરના રમકડાં રાખવા કે વેચવા ગુનો
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં 25 ફેબ્રુઆરી 2020ના ઓર્ડર નંબર 11(4)/9/2017-CI મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈ.એસ.આઈ (ISI) માર્ક 01 જાન્યુઆરી 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે. અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં, આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ ૨૦૧૬ ના અનુચ્છેદ ૧૭ ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રુ.૨,૦૦,૦૦૦/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.
બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલી/કરેલી ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કરીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001 (ફોન નં. 0261 – 29900712991171, 2992271, 2990690) પર ફરિયાદ કરી શકે છે. ફરિયાદ ને [email protected] અથવા [email protected] પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.
આ પણ વાંચો: અમદાવાદના બોપલમાં 10 શખ્સોએ બિલ્ડર પર હૂમલો કરતાં બિલ્ડરે ફાયરીંગ કર્યું