ગુજરાતટોપ ન્યૂઝ

સુરતમાં નકલી ISIનો માર્કો લગાવી મીનરલ પાણીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઇ

  • નકલી લોકો લગાવી મીનીરલ વોટર વેચતી કંપનીઓ ઝડપાઇ
  • ડ્રિંકિંગ વોટરનું ઉત્પાદન બીઆઇએસ સર્ટિફિકેશન વગર કરી શકાય નહી
  • નકલી આઇએસઆઇ માર્કવાળા 20 લિટરના 39 જાર મળી આવ્યા

સુરતમાં નકલી ISIનો માર્કો લગાવી મીનરલ પાણીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઇ આવી છે. જેમાં નકલી આઇએસઆઇનો માર્કો લગાવી પાણીનો વેપલો કરતી કંપનીઓ ઝડપાઇ છે. તેમાં મોટાવરાછાની વચ્છરાજ પેકેજ્ડ ડ્રિંકિંગ પ્લાન્ટ પર બીઆઇએસએ દરોડા પાડ્યા છે. જેમાં બીઆઇએસ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમની યાદી બનાવી કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતના કોમી તોફાનોમાં વધુ એક ચુકાદો આવશે

નકલી આઇએસઆઇ માર્કવાળા 20 લિટરના 39 જાર મળી આવ્યા

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા ગુરુવારે મોટા વરાછા ખાતે બીઆઇએસ સ્ટાન્ડર્ડ વગર પીવાનું પાણી વેચતી કંપની પર દરોડા પાડી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં કંપની પાસે બીઆઇએસ રજિસ્ટ્રેશન નહીં હોવાનું બહાર આવ્યું હતું અને નકલી આઇએસઆઇ માર્કવાળા 20 લિટરના 39 જાર મળી આવ્યા હતા. તમામ મુદ્દામાલ જપ્ત કરી બીઆઇએસના અધિકારીઓ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં 136 સફાઈ કામદારોએ જીવ ગુમાવ્યા

પેકેજ્ડ ડ્રિકિંગ વોટરના પ્લાન્ટ શરૂ થયા છે જે કોઇ પણ સ્ટાન્ડર્ડ વગર પાણીનો વેપાર કરે છે

શહેરમાં અનેક સ્થળો પર પેકેજ્ડ ડ્રિકિંગ વોટરના પ્લાન્ટ શરૂ થયા છે જે કોઇ પણ સ્ટાન્ડર્ડ વગર પાણીનો વેપાર કરે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. મળેલી માહિતીના આધારે બીઆઇએસના અધિકારીઓએ ગુરુવારે મોટા વરાછા ખાતે આવેલા અમેના પાર્ક સોસાયટીમાં મેસર્સ વચ્છરાજ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ પર દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન અહીંથી અલગ-અલગ બ્રાન્ડની નકલી આઇએસઆઇ માર્કવાળા પાણીના 20 લિટરના 39 જાર મળી આવ્યા હતા.

ડ્રિંકિંગ વોટરનું ઉત્પાદન બીઆઇએસ સર્ટિફિકેશન વગર કરી શકાય નહી

કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે ડ્રિંકિંગ વોટરનું ઉત્પાદન બીઆઇએસ સર્ટિફિકેશન વગર કરી શકાય નહી. બીઆઇએસની પૂર્વ પરવાનગી વગર બીઆઇએસનો બનાવટી ઉપયોગ કરનારા વિરુદ્ધ બીઆઇએસના 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવશે. જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા 2 લાખ રૂપિયાના આર્થિક દંડની જોગવાઇ છે. ઉલ્લેખનીય છે કે હાલ શહેરમાં અનેક આવી કંપનીઓ છે કે જે બીઆઇએસ સ્ટાન્ડર્ડનું ઉલ્લંઘન કરી પાણી વેચી રહી છે. બીઆઇએસ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમની યાદી બનાવી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.

Back to top button