સુરત : સાડા ત્રણ વર્ષની દીકરીનું અંગ્રેજી સાંભળી લોકો થયા આશ્ચર્યચકિત
- સુરતમાં રહેતા રત્ન કલાકારની દિકરીનો વીડિયો થયો વાયરલ
- સાડા ત્રણ વર્ષની દિકરીનું અંગ્રેજી સાંભળી લોકોમાં જોવા મળ્યુ કુતુહલ
- પરિવારમાં કોઈ પણ સભ્ય અંગ્રેજીમાં વાત કરતા નથી
સુરત શહેરમાં રહેતા એક રત્નકલાકારની દિકરી અત્યારથી જ વિદેશી લહેકામાં અંગ્રેજીમાં વાત કરતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. મહત્વનું છે કે આ દિકરીના પરિવારનો કોઈ પણ સભ્ય ક્યારેય વિદેશ નથી ગયો કે વિદેશમાં વાત કરતા નથી તેમ છતા આ બાળકી વિદેશમાં બોલતા લહેકામાં અંગ્રેજીમાં જ વાત કરે છે.
સાડા ત્રણ વર્ષની દિકરીનું અંગ્રેજી સાંભળી આશ્ચર્ય
સુરતના નવા કતારગામ વિસ્તારમાં રહેતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતાં પરેશભાઈ અને હાઉસ વાઈફની સાડા ત્રણ વર્ષની પુત્રી શ્રીશા અંગ્રેજી લહેકામાં વાત કરતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. મહત્વની વાત એ છે કે આ દિકરીના માતા વધારે ભણ્યા નથી તેઓ ક્યારેય વિદેશ પણ નથી ગયા અને તેના ઘરમાં પણ કોઈ અંગ્રેજીમાં વાત કરતુ નથી તેમ છતા આ દિકરી આટલુ સરસ રીતે અંગ્રેજીમાં કઈ રીતે વાત કરી શકે છે. તે સૌ કોઈમાં આશ્ચર્ય જગાવે છે.
માતા પિતા માત્ર આટલો અભ્યાસ કર્યો છે
સુરતની આ દિકરીના માતા પિતાના અભ્યાસની વાત કરવામાં આવે તો તેના પિતા પરેશભાઈએ 8 ધોરણ અને માતા નેન્સી 12 ધોરણ ભણેલા છે. અને તેઓ ક્યારેય વિદેશ પણ નથી ગયા અને પરિવારમાં કોઈ પણ સભ્ય અંગ્રેજીમાં વાત પણ નથી કરતું. તેમ થતા આ દિકરી વિદેશી રહેણીકહેણીમાં રહે છે. કાંટા ચમચી થી ભોજન કરે છે.
માતા-પિતા પણ થયા આશ્ચર્યચકિત
આ અંગે જાણકારી મુજબ શ્રીશા બોલતી થઈ ત્યારથી જ અંગ્રેજી ભાષા અને તે પણ વિદેશી લહેકામાં બોલતી હોવાથી માતા-પિતાને ભારે આશ્ચર્ય થયું હતું. શ્રીશા જેમ જેમ મોટી થાય છે તેમ તેમ વધુ સારી રીતે વિદેશી અંગ્રેજી લહેકામાં વાત કરે છે.પિતા પહેશભાઈ જણાવ્યુ હતુ કેઅમારા ઘરમાં અંગ્રેજી કોઈને આવડતું નથી એટલે અંગ્રેજી બોલવાનો સવાલ જ નથી અને દોઢેક વર્ષથી ટીવીનો ઉપયોગ પણ નથી કરતા અને અમે દીકરીને વધુ મોબાઈલ પણ આપતા નથી. તેમ છતાં પણ દિકરી આવી રીતે વાત કરે છે તેના કારણે આશ્ચર્ય થાય છે.
સુરતમાં રહેતા રત્ન કલાકારની પુત્રી વિદેશી લહેકામાં અંગ્રેજીમાં વાત કરતાં કુતુહલ
તેમજ વધુ ન્યૂઝ વાંચવા માટે https://t.co/WsBIZMBs5h જાઓ.#surat #suratupdates #suratnews #gemartist #englishspeech #gujaratupdates #viralvideo #gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/OdNjktwr9D— Hum Dekhenge News (@humdekhengenews) March 30, 2023
દિકરી ગુજરાતીમાં વાત કરી શકતી નથી
પિતાએ જણાવ્યુ હતુ કે અમારી દિકરી આપણી ભારતીય ભાષામાં જ વાત કરે તેવો આગ્રહ રાખીએ છીએ.એટલા માટે અમે તેને ગુજરાતીમાં વાત કરવા માટે ઘણો પ્રયાસ કરીએ છીએ પરંતુ તે ગુજરાતી સમજે છે પરંતુ બોલતી નથી.
આ પણ વાંચો : રામ નવમી પહેલાં મહારાષ્ટ્રના સંભાજીનગરમાં હિંસક અથડામણ, મોટી સંંખ્યામાં નુકસાન