ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતના પાલમાં વોટ્સએપથી ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, પોલીસે કાર્યવાહી કરી

Surat News: સુરત શહેરના પોશ ગણાતા પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોટ્સએપના માધ્યમથી ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા દલાલો ગ્રાહકો મેળવવા અને સોદો નક્કી કરવા માટે તદ્દન આધુનિક અને ડિજિટલ પેટર્નનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. મુખ્ય સૂત્રધાર દલાલ ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરવાને બદલે વોટ્સએપ મેસેજિંગ એપ્લિકેશન દ્વારા સંવાદ સાધતો હતો. આ ડિજિટલ ઓપરેશન હેઠળ ગ્રાહકોને મોબાઈલ પર જ દેહ વેપાર સાથે સંકળાયેલી મહિલાઓના ફોટોગ્રાફ્સ મોકલવામાં આવતા હતા અને ત્યારબાદ વોટ્સએપ પર જ સ્થળનું લોકેશન શેર કરી આખો સોદો ફિક્સ કરવામાં આવતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ પેટર્ન એટલી આયોજનબદ્ધ રીતે ચલાવાતી હતી કે સામાન્ય નાગરિકો કે આસપાસના લોકોને તેની અસર પણ ન થાય.

ડમી ગ્રાહક મોકલી પોલીસે રેકેટનો પર્દાફાશ કર્યો

પાલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક મોબાઈલ નંબર ધારક દલાલ પાલ વિસ્તારમાં મોટા પાયે અનૈતિક પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે અને બહારથી દેહ વેપાર સાથે સંકળાયેલી મહિલાઓને બોલાવીને સપ્લાય કરે છે. આ બાતમીની ખરાઈ કરવા અને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવા માટે પાલ પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કર્યો અને તેના મોબાઈલ નંબર પરથી બાતમીવાળા મુખ્ય દલાલના મોબાઈલ નંબર પર વોટ્સએપ મેસેજ દ્વારા વાતચીત શરૂ કરાવી હતી. આ ચેટિંગ દરમિયાન દલાલે દેહ વેપાર સાથે સંકળાયેલી મહિલાના ફોટા મોકલી દીધા હતા અને પાલ વિસ્તારમાં આવેલા મીના બજાર કોમ્પ્લેક્સની ગોલ્ડન સિટી હોટલમાં મોકલવાનું નક્કી કર્યું હતું. આ હાઈપ્રોફાઈલ અનૈતિક કામ માટે દલાલે રૂપિયા 7000નો મોટો ભાવતાલ નક્કી કર્યો હતો, જે ડમી ગ્રાહકે સ્વીકારી લીધો હતો.

હોટલ ગોલ્ડન સિટીમાં દરોડો

સોદો નક્કી થયા મુજબ મુખ્ય દલાલે ડમી ગ્રાહકે જણાવેલા લોકેશન પર દેહ વેપાર સાથે સંકળાયેલી મહિલાઓને પોતાના એક સાગરીત સાથે મોકલી આપી હતી. દલાલના કહેવાથી મુકેશ બાબુરામ પવાર નામનો ઈસમ તે મહિલાને લઈને હોટલ પર પહોંચ્યો હતો. આ તરફ પાલ પોલીસની ટીમ હોટલની આસપાસ સાદા કપડામાં પહેલેથી જ ગોઠવાઈ ગઈ હતી. જેવી મહિલા અને તેને મુકવા આવેલો ઈસમ હોટલના રૂમ પાસે પહોંચ્યા અને વ્યવહાર શરૂ થયો, કે તરત જ ઈશારો મળતા જ પોલીસે હોટલ ગોલ્ડન સિટીના રૂમમાં ત્રાટકીને રેડ પાડી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને મહિલાને ડિલિવર કરવા આવેલા આરોપીને દબોચી લીધો હતો.

આ પણ વાંચોઃ ગીર સોમનાથના શિક્ષકે 500 રુપિયા આપી વિદ્યાર્થીને દારૂ લેવા મોકલ્યો, આખરે સસ્પેન્ડ
Back to top button