Surat : મેયરે કહ્યું; શ્વાનમાં ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું એટલે આક્રમક બન્યા !


ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર અને રખડતાં શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે. માત્ર સુરત શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 40 દિવસમાં રખડતા શ્વાનોને લીધે 3 લોકો સહિત 2 બાળકોનો જીવ ગયો છે ત્યારે શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાએ આ બાબતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, શ્વાનોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું છે એટલે તેઓ આક્રમક થઈ ગયા છે.
આ પણ વાંચો : The Ken Report : હિંડનબર્ગ બાદ ધ કેનનો રિપોર્ટ આવ્યો સામે, અદાણી ગ્રુપ પર લગાવ્યા આ આરોપ !
સુરત સહિત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતાં શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. નાના બાળકો સહિત યુવાનો પણ હવે બહાર નીકળતા ડરી રહ્યા છે તેવી પરિસ્થિતિ હાલ સર્જાઇ છે. ગુજરાતમાં રખડતાં શ્વાનના આતંકના છેલ્લા ઘણા સમયમાં અનેક વાયરલ વિડીયો પણ સામે આવ્યા છે. તંત્ર દ્વારા આ અંગે હવે આગામી સમયમાં યોગ્ય પગલાં ભરવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી છે.