આગામી ૩૦ જૂનથી બાબા બર્ફાનીની યાત્રાનો પ્રારંભ થશે. જેમાં સોમવારથી સિવિલમાં અમરનાથ યાત્રાળુઓને ફિટનેસ સર્ટિ. મળશે. તેમજ જૂની હોસ્પિટલ બિલ્ડિંગની ઓપીડી નં. ૧૨માં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આ એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
ભક્તો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી
આગામી ૩૦ જૂનથી બાબા બર્ફાનીની યાત્રાનો પ્રારંભ થનાર છે. ત્યારે યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ માટે ફરજીયાત કરાયેલા ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી આગામી તા. ૨૭ ફેબ્રુઆરી, સોમવારથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવનાર છે. ભક્તોને હાલાકીનો સામનો નહીં કરવો પડે અને એક છત નીચે ફિટનેસ સર્ટિફિકેટની તમામ પ્રક્રિયા આટોપી શકાય માટે જૂની હોસ્પિટલ બિલ્ડિંગમાં આવેલી ઓપીડી નં. ૧૨માં ભક્તો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટમાં ફરસાણ અને ઠંડા પીણાના વેપારીઓમાં ફફડાટ, ફૂડ શાખાએ દરોડા પાડ્યા
ઓપીડી નં. ૧૨માં ફિટનેસ સર્ટિફિકેટ આપવાના શરૂ
દર વર્ષે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ બાબા અમરનાથી યાત્રાએ જાય છે. હજારો ભક્તો સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે આવે છે. આ ભક્તોને પરેશાની નહીં થાય માટે સિવિલ પ્રશાસને અલાયદી વ્યવસ્થા કરી છે. સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, સોમવારથી જૂની હોસ્પિટલ બિલ્ડિંગમાં આવેલી ઓપીડી નં. ૧૨માં ફિટનેસ સર્ટિફિકેટ આપવાના શરૂ કરવામાં આવનાર છે.
આ પણ વાંચો: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આ એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
ઓપીડીમાં મેડિકલ ઓફિસર અને નર્સેસ સહિતનો સ્ટાફ હાજર રહેશે
શ્રદ્ધાળુઓ માટેની ફિટનેસ સર્ટિફિકેટની ઓપીડી સોમવારથી શુક્રવાર દરમિયાન ચાલશે. જેના કેસ પેપર સવારે આઠથી બપોરે સાડા બાર વાગ્યા સુધી કાઢવામાં આવશે. ઓપીડીમાં મેડિકલ ઓફિસર અને નર્સેસ સહિતનો સ્ટાફ હાજર રહેશે. ઓપીડીમા જ કેસ પેપર, ઈસીજી અને સેમ્પલ લઈ શકાશે. જરૂર જણાય તેવા કેસમાં વધુ તબીબી તપાસ કરવામાં આવશે.