
Surat Fire News: સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી નજીક આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ કે મકાનમાં રહેલા ચાર લોકો તેની ઝપેટમાં આવી ગયા અને ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આગમાં ફસાયેલા તમામ ચાર લોકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, દાઝી ગયેલા પૈકી બે વ્યક્તિઓની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેથી તબીબો દ્વારા વિશેષ સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગરમીને કહો બાય-બાય: ઉનાળાની રજાઓમાં ફરવા માટેની 6 શ્રેષ્ઠ ઠંડી જગ્યાઓ!












