સુરતમાં યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને માર્યા ચપ્પુના ઘા, જાણો વિગત


સુરત, તા.27 ડિસેમ્બર, 2024: ડાયમંડ નગરી સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતના સરથાણામાં એક યુવકે માતા-પિતા, પત્ની અને બાળક પર ચાકુ વડે ઘા કર્યા હતા. ત્યારબાદ પોતાના ગળાના ભાગે ચાકુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
પત્ની અને બાળકનું મોત
યુવકના ઘાતકી હુમલામાં પત્ની અને બાળકનું મોત નિપજ્યું હતું, જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર યુવકને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પારિવારિક મનદુ:ખના કારણે ઘરમાં માથાકૂટ અને કંકાસ ચાલતો હતો. જેને લઇને સ્મિતે તણાવમાં હતો અને જેના લીધે આ ઘટનાનો અંજામ આપ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. યુવકના આવા પગલાં પડોશીએ સ્તબ્ધ થઈ ગયા હતા.
સાવરકુંડલાનો છે પરિવાર
યુવકનું નામ સ્મિત જીયાણી હોવાનું સામે આવ્યું છે. આ પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.