ગુજરાતટોપ ન્યૂઝ

બારડોલી પાસે ભયંકર બસ અકસ્માત: બે બસોની ટક્કર બાદ આગ, 5ના મોતની આશંકા

સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે ખાનગી બસો વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. બંને બસો મહારાષ્ટ્ર પાસિંગની હોવાનું જાણવા મળ્યું છે. ટક્કર એટલી ભયંકર હતી કે એક બસ પલટી મારી ગઈ હતી. પલટી ગયેલી બસમાં અચાનક આગ લાગી જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આગ ઝડપથી ફેલાતા બસમાં સવાર મુસાફરો ફસાઈ ગયા હતા અને બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જોકે, હજુ સુધી અધિકૃત પુષ્ટિ કરવામાં આવી નથી અને મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા તેમજ બચાવ કામગીરી પણ ઝડપથી હાથ ધરાઈ હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘણા મુસાફરો ઘાયલ પણ થયા હોવાની આશંકા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે માનવામાં આવે છે કે વધુ ઝડપ અથવા ઓવરટેકિંગ દરમિયાન આ ભયંકર અકસ્માત સર્જાયો હોઈ શકે છે.

આ પણ વાંચો: CBSE રી-ઇવેલ્યુએશન પોર્ટલ પર સાઇબર હુમલાનો દાવો: 2 મિનિટમાં 15 લાખ હિટ્સ, વિદ્યાર્થીઓને અરજીમાં મુશ્કેલી

 

Back to top button