લલિત મોદી પર સુપ્રીમ કોર્ટે કરી લાલ આંખ, કહ્યું માફી માંગતા પહેલા એફિડેવિટ દાખલ કરવું પડશે
- લલિત મોદીને ન્યાયતંત્ર પર કરેલ ટિપ્પણી ભારે પડી
- સુપ્રીમ કોર્ટે લલિત મોદીને વિના શરતે માફી માંગવા કહ્યું છે
- કોર્ટે કહ્યું લલિત મોદી ભારતીય કાયદા અને બંધારણથી ઉપર નથી
IPL પૂર્વ કમિશનર લલિત મોદી સોશિયલ મીડિયાના માધ્યમથી તેની ટીપ્પણીઓથી વિવાદમાં રહ્યા કરે છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર Twitterના માધ્યમથી પ્રહાર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુરુવારે પૂર્વ IPL કમિશનર લલિત મોદીને ન્યાયતંત્ર વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે લલિત મોદીને વિના શરતે માફી માંગવા કહ્યું છે. જસ્ટિસ એમઆર શાહ અને સીટી રવિકુમારની બેન્ચે કહ્યું કે લલિત મોદી ભારતીય કાયદા અને બંધારણથી ઉપર નથી.
Just to clarify that these touts give india and it’s judiciary a bad name by peddling lies. They can’t do anything but show up and demand money for fixing
— Lalit Kumar Modi (@LalitKModi) April 12, 2023
આ પણ વાંચો : લલિત મોદી સાથેના સંબંધોની ઉડી મજાક, સુષ્મિતાને આપ્યો જડબાતોડ જવાબ
લલિત કાયદો અને વ્યવસ્થાથી ઉપર નથી
જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે કહ્યું કે લલિત મોદી કાયદા અને વ્યવસ્થાથી ઉપર નથી અને તે તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી કાઉન્ટર એફિડેવિટથી સંતુષ્ટ નથી. સર્વોચ્ચ અદાલતે લલિત મોદીને સોશિયલ મીડિયા અને અગ્રણી રાષ્ટ્રીય અખબારો દ્વારા માફી માંગવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો : ‘ફક્ત નરેન્દ્ર મોદી જ માનહાનિનો કેસ દાખલ કરી શકે છે’, રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં કરી દલીલ
ભવિષ્યમાં આવી કોઈ પોસ્ટ ન હોવી જોઈએ
સુપ્રીમ કોર્ટે તેને માફી માંગતા પહેલા એફિડેવિટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો, એમ કહીને કે ભવિષ્યમાં ભારતીય ન્યાયતંત્રની છબીને કલંકિત કરે એવી કોઈ ટિપ્પણી (પોસ્ટ) કરવામાં આવશે નહીં.