Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

‘માફી એ માત્ર બંધારણીય નહીં પરંતુ કાનૂની અધિકાર…’ સગીર સાથે જોડાયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં કોર્ટનો મહત્ત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ 2 સપ્ટેમ્બર, 2025: Supreme Court: સુપ્રીમ કોર્ટે મંગળવારે (બીજી સપ્ટેમ્બર) કહ્યું કે, સગીરો સાથે સંકળાયેલા સામૂહિક દુષ્કર્મના કેસોમાં આજીવન કેદની સજા પામેલા દોષિતોને તેમના બાકીના જીવન માટે માફી માંગવાનો અધિકાર માત્ર બંધારણીય જ નહીં પરંતુ કાનૂની પણ છે. જસ્ટિસ બી. વી નાગરત્ના અને આર મહાદેવનની ખંડપીઠે ભારતીય દંડ સંહિતાની કલમ 376DA ની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર આ ટિપ્પણી કરી હતી.

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય

કલમ 376DA 16 વર્ષથી ઓછી ઉંમરની સગીર છોકરી પર સામૂહિક બળાત્કાર કરવાના દોષિતો માટે સજાની જોગવાઈ કરે છે. તેમાં આજીવન કેદ અથવા બાકીના કુદરતી જીવનની વધેલી જિંદગી માટે જેલમાં રહેવાની સજા નક્કી છે.

કલમ 376ની કરી વ્યાખ્યા

આ મામલે પક્ષકાર બનવાની માંગ કરી રહેલા એક અજદારના વકીલે કહ્યું કે, કલમ 376 ડીએમાં ‘Shall’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનો અર્થ છે કે, સત્ર ન્યાયાલય પાસે આજીવન કેદ અથવા એ વ્યક્તિની બાકીના પ્રાકૃતિક જીવન માટે કેદ સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી.

ખંડપીઠે બે પાસાઓની તપાસ કરી, જેમાંથી પહેલું પાસું નિર્ધારિત સજા અંગેની જોગવાઈ હતી, જે સેશન્સ કોર્ટમાં ટ્રાયલ પછી લાદવાની હતી અને તેને હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે.

સજા માફીનો અધિકાર

બેન્ચે કહ્યું કે, ‘આ મામલાનો બીજું પાસું એ છે કે જો કોઈ આરોપી પર આવી સજા લાદવામાં આવે તો પણ, તેને ભારતના બંધારણની કલમ 72 અથવા કલમ 161 મુજબ, ભારતના રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ સમક્ષ અરજી કરીને સજામાં માફી માંગવાનો અધિકાર છે.’

આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા આરોપી પાસે માફીનો કાનૂની ઉપાય પણ છે. માફી માંગવાનો અધિકાર માત્ર બંધારણીય અધિકાર જ નથી પણ એક કાનૂની અધિકાર પણ છે અને દરેક રાજ્યની પોતાની માફીની નીતિ હોય છે, જે IPCની કલમ 376DA અથવા કલમ 376DB હેઠળ સજા આપવામાં આવે ત્યારે પણ લાગુ પડે છે.’

નોંધનીય છે કે, કલમ 376DB 12 વર્ષથી ઓછી ઉંમરની સગીર છોકરી પર સામૂહિક બળાત્કારની સજા સાથે સંબંધિત છે.

માફી નીતિનો કર્યો ઉલ્લેખ

કોર્ટે કહ્યું કે, કલમ 376DA અથવા 376DB હેઠળ બાકીના કુદરતી જીવન માટે આજીવન કેદની સજા, બંધારણ, વૈધાનિક યોજના અને દરેક રાજ્યમાં અમલમાં રહેલી માફી નીતિ હેઠળ આરોપીના માફી માંગવાનો અધિકાર છીનવી નહીં લે.

આ મામલે, વકીલે કહ્યું કે IPC ની કલમ 376DA હેઠળ નિર્ધારિત સજાનો અર્થ એ થશે કે દોષિત સાથે સંબંધિત કોઈ સંજોગો નથી જેનો વિચાર કરી શકાય.

ખંડપીઠે વધુમાં કહ્યું કે, કેન્દ્રએ IPCની કલમ 376DA ને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે કલમ 376DA હેઠળ સજાના એકમાત્ર પ્રકારને નક્કી કરવા અંગે અરજદાર દ્વારા ઉઠાવવામાં આવેલા કાનૂની પ્રશ્નને ખુલ્લો છોડી દીધો અને કહ્યું કે તે યોગ્ય કેસમાં ધ્યાનમાં લઈ શકાય છે.

આ પણ વાંચોઃ પવન કલ્યાણનો ‘OG’ લુક થયો વાયરલ, ઇમરાન હાશ્મીને જોયા પછી ફેન્સે કહ્યું – ‘ફિલ્મ સુપરહિટ છે’

આ પણ વાંચોઃ GST સ્લેબમાં સુધારનું કારણ શું? બેઠક પૂર્વે નાણામંત્રીએ જણાવ્યું, જાણો શું કહ્યું

Back to top button