સુનીતા વિલિયમ્સે રચ્યો ઈતિહાસ, બીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના બન્યા કેપ્ટન
- સુનીતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવાના પ્રયાસો ચાલુ રહેલા છે, આ દરમિયાન તેમને નવી જવાબદારી મળી
HD ન્યૂઝ ડેસ્ક, 24 સપ્ટેમ્બર: અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવાના પ્રયાસો ચાલુ છે. સાથે જ તેમને અંતરિક્ષમાં પણ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સુનીતા વિલિયમ્સને ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની કમાન સોંપવામાં આવી છે. તેમણે ISSના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, આ પહેલા પણ તે આ જવાબદારી નિભાવી ચૂક્યા છે. તે 5 જૂન, 2024થી સાથી અંતરીક્ષયાત્રી બૂચ વિલ્મોર સાથે સ્પેસ સ્ટેશન પર છે.
Indian-origin NASA astronaut #SunitaWilliams takes command of the International Space Station, #ISS, marking her second time leading the orbiting laboratory. #NASA announces Russian cosmonaut Oleg Kononenko handed over the command of the space station to Sunita Williams at a… pic.twitter.com/1SU47tU4QI
— All India Radio News (@airnewsalerts) September 24, 2024
અમેરિકન સ્પેસ એજન્સી NASAએ કરી જાહેરાત
બોઈંગ સ્ટારલાઈનરમાં ટેકનિકલ ખામીને કારણે સુનીતા વિલિયમ્સની અંતરીક્ષ યાત્રા લાંબી થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમની વાપસી ફેબ્રુઆરી 2025 સુધી મુલતવી રાખવામાં આવી છે. અહેવાલો અનુસાર, અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ જાહેરાત કરી છે કે, રશિયન અંતરીક્ષયાત્રી ઓલેક કોનોનેન્કોએ સ્પેસ સ્ટેશનની કમાન સુનીતા વિલિયમ્સને સોંપી દીધી છે. આ અંગે સ્પેસ સ્ટેશન પર એક નાનકડો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. 374 દિવસ અંતરીક્ષમાં વિતાવ્યા બાદ રશિયાના કોનોનેન્કો, નિકોલાઈ ચુબ અને અમેરિકન અવકાશયાત્રી ટ્રેસી સી ડાયસન પૃથ્વી પર પાછા ફર્યા છે. ડાયસન 6 મહિના સુધી અંતરીક્ષમાં રહ્યા.
બે રશિયન અને એક અમેરિકનને લઈને સોયુઝ કેપ્સ્યુલ સોમવારે કઝાકિસ્તાનમાં ઉતરી હતી. આ સાથે બંને રશિયન અવકાશયાત્રીઓના લાંબા રોકાણનો અંત આવ્યો. ISSથી અલગ થયાના લગભગ સાડા ત્રણ કલાક પછી કેપ્સ્યુલ કઝાકિસ્તાનના મેદાનમાં ઉતરી હતી. પૃથ્વી પર પાછા ફરવાના અંતિમ તબક્કા દરમિયાન લાલ અને સફેદ પેરાશૂટ ખુલવા સાથે કેપ્સ્યુલ આશરે 7.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે નીચે ઉતરી હતી.
સુનીતા વિલિયમ્સે બીજી વખત કમાન સંભાળી
આ પહેલા લગભગ 12 વર્ષ પહેલા એટલે કે 2012માં એક્સપીડીશન 33 દરમિયાન સુનીતા વિલિયમ્સે સ્પેસ સ્ટેશનની કમાન સંભાળી હતી. સ્પેસ સ્ટેશનના કેપ્ટન હોવાના કારણે ભારતીય મૂળના અંતરીક્ષયાત્રીઓ ઘણા મહત્ત્વપૂર્ણ ઓપરેશન્સ અને વૈજ્ઞાનિક સંશોધન માટે જવાબદાર હશે. કાર્યકમ દરમિયન વિલિયમ્સે કહ્યું કે, “એક્સપીડીશન 71થી અમે ઘણું વધુ શીખ્યું છે… તમે મને અને બુચને સ્વીકારી. આ પ્લાનનો હિસ્સો ન હતો તો પણ. તમે અમારું પરિવારની જેમ સ્વાગત કર્યું.