ગુજરાત

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 80.79 ટકા જેટલો વરસાદ, જાણો કયા સૌથી વધુ થઇ મેઘમહેર

  • ગુજરાત રાજ્યમાં હવે 19.21 ટકા વરસાદની ઘટ છે
  • રાજ્યમાં સૌથી વધુ જુનાગઢ જિલ્લામાં 153.01 ટકા વરસાદ ખાબકી ગયો
  • રાજ્યનાં 33 પૈકી 8 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો

ગુજરાત રાજ્યમાં સરેરાશ 80.79 ટકા વરસાદ પણ 35 તાલુકામાં 50 ટકાથી ઓછો છે. તેમજ જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ સરેરાશ 153 ટકા વરસાદ ખાબક્યો છે. તથા અમદાવાદના 10 તાલુકા પૈકી 6 તાલુકાઓમાં 50 ટકા પણ વરસાદ થયો નથી. અને ઘણા તાલુકાઓમાં 40 ટકા કરતાંય ઓછો વરસાદ છે.

આ પણ વાંચો: પારંપારિક ચિકિત્સા પદ્ધતિ આરોગ્ય રક્ષા ક્ષેત્રે રાહબર બની : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 

રાજ્યમાં હવે 19.21 ટકા વરસાદની ઘટ છે

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 28.32 ઈંચ એટલે કે, 80.79 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે. આમ રાજ્યમાં હવે 19.21 ટકા વરસાદની ઘટ છે. બીજી તરફ રાજ્યનાં 35 તાલુકાઓ એવા છે કે જ્યાં હજુ 50 ટકા જેટલો પણ વરાસદ વરસ્યો નથી, જે પૈકી ઘણા તાલુકાઓમાં 40 ટકા કરતાંય ઓછો વરસાદ થયો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ કુલ 10 તાલુકાઓ પૈકી 6 તાલુકાઓમાં 50 ટકા કરતાં ઓછો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ જુનાગઢ જિલ્લામાં 153.01 ટકા વરસાદ ખાબકી ગયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ટામેટાના ભાવમાં થોડો હાશકારો કરાવ્યો ત્યાં ડુંગળી આંસુ પડાવવા તૈયાર

રાજ્યનાં 33 પૈકી 8 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો

ગુજરાતના જે 35 તાલુકાઓમાં ઓછો વરસાદ વરસ્યો છે તેમા અમદાવાદ જિલ્લાના 6 તાલુકા, દાહોદમાં 5, ભરૂચમાં 4, ખેડામાં 3, વડોદરામાં 2, પાટણના 2, તાપીમાં 2 અને સુરતમાં 2, બનાસકાંઠામાં 1, નર્મદામાં 1, મહેસાણામાં 1, અરવલ્લીમાં 1, ગાંધીનગરમાં 1, છોટા ઉદેપુરમાં 1, પંચમહાલમાં 1, સુરેન્દ્રનગરમાં 1, બોટાદના 1 સહિત રાજ્યના 35 તાલુકાઓમાં 50 ટકાથી ઓછો વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો, જાણો કેટલા કેસ થયા 

વડોદરામાં 56.57 ટકા વરસાદ વરસ્યો છે

રાજ્યનાં 33 પૈકી 8 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધુ જુનાગઢ જિલ્લામાં 153.01 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય કચ્છમાં 136.03 ટકા, ગીર સોમનાથમાં 132.07 ટકા, રાજકોટમાં 114.72 ટકા, જામનગરમાં 111.63 ટકા, દેવભુમિ દ્વારકામાં 109.90 ટકા, બોટાદમાં 109.74 ટકા અને ભાવનગરમાં 104.04 ટકા વરસાદ ખાબકી ગયો છે. રાજ્યનાં 7 જિલ્લાઓમાં 60 ટકાથી ઓછો વરસાદ વરસ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણામાં 59.95 ટકા, અરવલ્લીમાં 58.18 ટકા, ગાંધીનગરમાં 54.70 ટકા, અમદાવાદમાં 58.86 ટકા, વડોદરામાં 56.57 ટકા વરસાદ વરસ્યો છે.

Back to top button