ટ્રેન્ડિંગનેશનલ

પીએમ મોદીના વખાણ કરતું ગીત ગાયું, લોકોએ યુટ્યુબરને માર્યો, પાકિસ્તાન ઝિંદાબાદના લગાવડાવ્યા નારા

  • કર્ણાટકના મૈસૂરમાં પીએમ મોદીના વખાણ કરતું ગીત સાંભળવાનું કહેતા યુવકે યુટ્યુબરને માર માર્યો
  • યુટ્યુબરને ખરાબ રીતે માર મારી અપમાનજનક કૃત્યો કરી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા દબાણ કર્યું

કર્ણાટક, 19 એપ્રિલ: મૈસૂરમાં એક યુટ્યુબરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતું ગીત ગાવા બદલ માર મારવામાં આવ્યો હતો. આ સાથે તેની સાથે અપમાનજનક કૃત્ય પણ કરવામાં આવ્યું હતું. આ ઘટના સરકારી ગેસ્ટ હાઉસ પાસે બની હતી. અહીં મેલ્લાહલ્લી ગામના રહેવાસી રોહિત કુમાર નામના યુવક પર કેટલાક લોકોએ મોદીના વખાણ કરતું ગીત લખવા બદલ ઘાતકી હુમલો કર્યો હતો. રોહિતે ગેસ્ટ હાઉસ પાસે એક યુવક સાથે તેનું ગીત શેર કર્યું હતું. પરંતુ, તે જૂથના કેટલાક લોકોને આ ગીત સામે વાંધો ઉઠાવ્યો અને પછી તેમણે રોહિત પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત અપમાનજનક કૃત્ય પણ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, ટોળાએ રોહિતને બળજબરીથી ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવા માટે કહ્યું. આ ઘટના બાદ નઝરબાદ પોલીસે રોહિતને બચાવ્યો હતો. ત્યારબાદ પોલીસ ખરાબ રીતે ઘાયલ રોહિતને સારવાર માટે પોતાની સાથે લઈ ગઈ હતી.

યુટ્યુબર રોહિતે જણાવી આખી ઘટના

યુટ્યુબર રોહિતે કહ્યું કે, ‘ગયા અઠવાડિયે મેં પીએમ મોદીના વખાણ કરતું ગીત ગાયું હતું અને મારી યુટ્યુબ ચેનલમાં ગીત રિલીઝ કર્યું હતું. ત્યાર બાદ પીએમ મોદીના ગીતની લિંક હું શેર કરી રહ્યો હતો અને દરેકને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા માટે કહી રહ્યો હતો. સરકારી ગેસ્ટ હાઉસ પાસેથી એક છોકરો પસાર થયો. મને ખબર નહોતી કે તે મુસ્લિમ છે. મેં તેને પણ ગીત જોવા અને શેર કરવા અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા કહ્યું.

તેણે તેની તરફ જોયું અને કહ્યું કે તે સારું છે. તેણે કહ્યું કે તે મને તેના મિત્રો સાથે પરિચય કરાવવા માટે અંદર લઈ જશે જેથી તેને શેર કરી શકાય. રૂમમાં પ્રવેશતાં જ એક છોકરાએ મારું મોં બંધ કરી દીધું અને પાછળથી મારા હાથ પકડી લીધા. પીએમ મોદી પર આ ગીત બનાવવા માટે તેણે મને ગાળો આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ મને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનું કહેવામાં આવ્યું. તેઓએ મારા હાથમાંથી ભગવાન રામનો ફોટો છીનવી લીધો અને તેની સાથે ગેરવર્તન કર્યું. મારા માથા પર બીયર રેડ્યું. તેઓએ સિગારેટથી મારા હાથ સળગાવ્યા અને મને માર માર્યો હતો.

યુવકના દાવાની પુષ્ટિ કરી રહ્યા છીએ: પોલીસ કમિશનર

આ મામલે મૈસૂર પોલીસ કમિશનર રમેશે કહ્યું કે યુવકે માત્ર દાવા કર્યા છે. અમે તેની પુષ્ટિ કરીએ છીએ. જો તે ફરિયાદ નોંધાવશે, તો તેના આધારે વિગતો ટૂંક સમયમાં શેર કરવામાં આવશે. સરકારી ગેસ્ટ હાઉસમાં સીસીટીવી કેમેરા છે. અમે તે તમામની ચકાસણી કરીશું અને વધુ તપાસ કરીશું.

આ પણ વાંચો: ‘બસ અલ્લાહુ અકબર બોલો’, ‘જય શ્રી રામ’ના નારા લગાવતા યુવકો પર હુમલો કરનાર 4ની ધરપકડ

Back to top button