ઇથેનોલના ઉત્પાદનમાં ખાંડના ઓછા ઉપયોગથી ખાંડનો પુરવઠો વધ્યો, સરકાર આપી શકે છે ખાંડની નિકાસની મંજૂરી

નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર, 2025: સરકાર 2025-26 માર્કેટિંગ વર્ષમાં ખાંડની નિકાસને મંજૂરી આપી શકે છે. ઇથેનોલ ઉત્પાદન માટે ખાંડના ઓછા ઉપયોગને કારણે તેનો પુરવઠો વધી ગયો છે. કેન્દિરય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ કહ્યુ કે ખાંડની મિલોમાં 2024-25માં ઇથેનોલ ઉત્પાદન માટે 34 લાખ ટન ખાંડનો ઉપયોદ કરવામાં આવ્યો હતો. તે અંદાજિત 45 લાખ ટનથી ઓછો છે.
ચોપરાએ જણાવ્યું હતું કે, “ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલનારા 2025-26 માર્કેટિંગ વર્ષ માટે ઓપનિંગ સ્ટોક વધુ છે. 2025-26માં ખાંડનું ઉત્પાદન 34 મિલિયન ટન સુધી પહોંચવાની ધારણા છે. વાર્ષિક સ્થાનિક માંગ 28.5 મિલિયન ટન છે. આપણી પાસે ચોક્કસપણે ખાંડનો વધારાનો સ્ટોક છે. ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે, કારણ કે સરકાર ઉદ્યોગને નિકાસની યોજના બનાવવા માટે વધુ સમય આપવા માંગે છે.”
મંત્રીઓની એક સમિતિ આ અંગે નિર્ણય લેવા માટે આવતા સપ્તાહમાં મળી શકે છે. 2024-25 માર્કેટિંગ વર્ષ દરમિયાન, 1 મિલિયન ટનની ફાળવણી સામે દેશમાંથી આશરે 800,000 ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી. હાલમાં, રિફાઇન્ડ ખાંડ માટે આંતરરાષ્ટ્રીય ભાવ અનુકૂળ નથી.
રિફાઇન્ડ ખાંડનો વૈશ્વિક ભાવ 3,829 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. સરેરાશ એક્સ-મિલ ભાવ 3,885 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. ખાંડ ઉદ્યોગે ઓક્ટોબરમાં પૂરા થતા 2024-25 ઇથેનોલ સપ્લાય વર્ષમાં મોલાસીસમાંથી 4.71 અબજ લિટર ઇથેનોલ સપ્લાય કરવાની ઓફર કરી હતી, પરંતુ માત્ર 2.89 અબજ લિટર જ સપ્લાય કરવામાં આવ્યો હતો. ચોપરાએ જણાવ્યું હતું કે મોલાસીસમાંથી ઇથેનોલ ઉત્પાદન પરના નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ નવેમ્બરમાં કઈ રાશિઓને સફળતા અપાવશે મીન રાશિમાં માર્ગી થયેલા શનિદેવ?












