જાણીતા પત્રકાર સુધીર ચૌધરી હવે આજ તક છોડી આ ચેનલમાં જોડાશે, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

નવી દિલ્હી: દેશના જાણીતા પત્રકાર સુધીર ચૌધરીએ આજ તક ન્યૂઝ ચેનલ છોડવાનો નિર્ણય લીધો છે. તેઓ ટૂંક સમયમાં એક નવી ન્યૂઝ ચેનલમાં દેખાશે.
સુધીર ચૌધરીએ તેની જાણકારી પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આપી છે. હકીકતમાં જોઈએ તો છેલ્લા કેટલાક દિવસથી સુધીર ચૌધરીએ આજ તક ચેનલ છોડી હોવાની અટકળો વહેતી થઈ હતી, જો કે હવે આ વાતની પુષ્ટિ ખુદ પત્રકારે કરી દીધી છે.
વીડિયો શેર કરી જાણકારી આપી
સુધીર ચૌધરીએ સોશિયલ મીડિયા પર પોતાના શોનો એક વીડિયો શેર કરતા તેની જાણકારી આપી છે. તેમણે વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, આજતક પર બ્લેક વ્હાઈટ માયે ન્યૂઝ રેમ્પ પર મારુ છેલ્લુ વોક. ટૂંક સમયમાં એક નવા શો સાથે નવા મંચ પર આપની સાથે મુલાકાત થશે.
My last walk on the news ramp for Black&White on Aaj Tak. See you soon on a new platform with a new show. pic.twitter.com/YGI54eyYAb
— Sudhir Chaudhary (@sudhirchaudhary) April 4, 2025
અહીં ઉલ્લેખનિય છે કે, આ દરમ્યાન સુધીર ચૌધરીને આજ તક ચેનલ તરફથી ફેરવેલ પાર્ટી આપવામાં આવી હતી. જેની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, સુધીર ચૌધરી આજ તક છોડ્યા બાદ હવે સરકારી ચેનલ દૂરદર્શન પર દેખાશે. તેમને પ્રસાર ભારત સાથે એક મેગા ડિલ કરી છે. જે ટીવી ઈતિહાસની સૌથી મોંઘી ડિલ હોવાનું કહેવાય છે. તો વલી સુધીર ચૌધરી રાતના 9 વાગ્યે પ્રાઈમ ટાઈમનો શો કરી શકે છે.
આ પણ વાંચો: અંબાણી પરિવારની સાદગી: સસરા મુકેશ અંબાણી માટે વહુ શ્લોકા કેમેરામેન બન્યા, મહિલા ફેન સાથે તસવીર લીધી












