ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

એપ્રિલ-જૂનમાં સારા વેચાણને કારણે વૈશ્વિક સોનાની માંગમાં જોરદાર ઉછાળો, જુઓ શું કહ્યું WGCએ ?

Text To Speech
  • 2023ના બીજા ક્વાર્ટરમાં કુલ માંગ 1,207.9 ટન હતી જે 2024માં વધીને 1,258.2 ટન થઈ
  • ભવિષ્યમાં સોના માટે કેટલાક સંભવિત પડકારો, પરંતુ વૈશ્વિક બજારમાં થતા ફેરફારો માંગને પ્રોત્સાહન આપશે

નવી દિલ્હી, 30 જુલાઈ : એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વૈશ્વિક સોનાની માંગ 4.16 ટકા વધીને 1,258.2 ટન થઈ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) એ આજે 30 જુલાઈ મંગળવારે એક રિપોર્ટમાં આ વાત કહી હતી. WGCના ‘સેકન્ડ ક્વાર્ટર 2024 ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ’ રિપોર્ટ અનુસાર, 2023ના બીજા ક્વાર્ટરમાં કુલ માંગ 1,207.9 ટન હતી જે 2024માં વધીને 1,258.2 ટન થઈ ગઈ છે.

આ પણ વાંચો : જેપી નડ્ડા પછી દેવેન્દ્ર ફડણવીસ બનશે ભાજપ અધ્યક્ષ? પીએમ મોદી સાથેની મુલાકાતે વધારી દીધી હલચલ

‘ઓવર-ધ-કાઉન્ટર’ વ્યવહારો દ્વારા માંગને ટેકો મળ્યો

ડેટા અનુસાર, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ‘ઓવર-ધ-કાઉન્ટર’ (OTC) વ્યવહારો દ્વારા માંગને ટેકો મળ્યો હતો, જે અગાઉના વર્ષની સરખામણીમાં 53 ટકા વધીને 329 ટન થઇ હતી. ‘ઓવર-ધ-કાઉન્ટર’ વ્યવહારો બે પક્ષો વચ્ચેના સીધા વ્યવહારોનો સંદર્ભ આપે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ સાથે, સોનાના ભાવમાં પણ સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 18 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે સરેરાશ $2,338 પ્રતિ ઔંસના સ્તરે હતો. ક્વાર્ટર દરમિયાન તે $2,427 પ્રતિ ઔંસની વિક્રમી સપાટીએ પણ પહોંચી ગયો હતો.

WGCના વરિષ્ઠ બજાર વિશ્લેષક લુઈસ સ્ટ્રીટે જુઓ શું કહ્યું

તેમાં કહેવામાં આવ્યું છે કે, OTCની માંગમાં વધારો, કેન્દ્રીય બેંકો દ્વારા સતત ખરીદી અને ETF ઉપાડમાં ઘટાડો થવાને કારણે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા.વૈશ્વિક ગોલ્ડ ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ) એ સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં સાત ટનનો નજીવો આઉટફ્લો જોયો હતો.WGCના વરિષ્ઠ બજાર વિશ્લેષક લુઈસ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, કેન્દ્રીય બેંકો અને OTC બજારની મજબૂત માંગને કારણે સોનાના વધતા અને રેકોર્ડ બ્રેક ભાવ હેડલાઇન્સમાં હતા.તેમણે કહ્યું હતું કે, “…ભવિષ્યમાં સોના માટે કેટલાક સંભવિત પડકારો છે, પરંતુ વૈશ્વિક બજારમાં પણ ફેરફારો થઈ રહ્યા છે, જે સોનાની માંગને ટેકો આપશે અને પ્રોત્સાહન આપશે.”

આ પણ વાંચો : ઓલિમ્પિક : મનુ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની, મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો

Back to top button